શોધખોળ કરો

Surat: લકઝરી બસ સંચાલકો અને કુમાર કાનાણીના અહમમાં મુસાફરો પીસાયા, જાણો કાનાણીએ ભાડામાં કેટલા રૂપિયાના ઘટાડાની કરી માંગ ?

Surat News: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું કે, લક્ઝરી બસના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે. લક્ઝરી બસ સંચાલકો શું ગોટાળા કરે છે તે મને બધી ખબર છે.

Surat: સુરતમાં આજથી એક પણ ખાનગી લક્ઝરી બસ પ્રવેશ કરશે નહીં. તમામ ખાનગી લક્ઝરી બસ સુરત શહેરની બહાર વાલક પાટિયાથી જ ઉપડશે અને ખાલી પણ ત્યાં જ થશે. આ નિર્ણય ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીના વિરોધ બાદ લક્ઝરી બસના માલિકોએ લીધો છે. જેને લઈ સુરતથી આવ-જાવ કરતાં મુસાફરોને 10થી 20 કિમી સુધી ફરીને જવું પડશે. આ પહેલા કુમાર કાનાણીએ પત્ર લખી પોલીસને રજૂઆત કરી હતી કે, સુરતમાં લક્ઝરી બસ સહિતના ભારે વાહનો પ્રવેશતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારબાદ લક્ઝરી બસના 150થી વધુ માલિકોએ બેઠક કરી નિર્ણય કર્યો હતો કે, આજથી તમામ બસ સુરત શહેરની બહારથી જ ઉપડશે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ શું કહ્યું

આજે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું કે, લક્ઝરી બસના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે. લક્ઝરી બસ સંચાલકો શું ગોટાળા કરે છે તે મને બધી ખબર છે. હજી તો ટ્રાફિક DCPને પત્ર લખ્યો છે, હવે RTOને પત્ર લખીશ. બસ એસોસિયેશનનો ઈરાદો છે લોકોને હેરાન કરવું. બસ સંચાલકોનો આ નિર્ણય ગેરવ્યાજબી છે. ટ્રાફિકની સમસ્યા થી છુટકારો મળે એનું ધ્યાન રાખવું જોઈએ. લોકોને અપીલ કરું છું કે બસના સમય પહેલા તૈયાર રહે. લોકો હેરાન થઈ રહ્યા છે એ માટે તંત્ર સાથે મળી બી આર ટી એસ શરૂ કરવા સૂચના આપી. છે. બસ સંચાલકોએ  મુસાફરોને વાલક પાટિયા ઊતારવા માટે 200 રૂપિયાનો ઘટાડો કરવો જોઈએ. લોકોની સામે દાદાગીરી કરવા માટે આ બસ ચાલકોની આડોડાઈ છે, મેં માત્ર લોકોની માંગણી, લોકોના પ્રશ્ન પોલીસને પહોંચાડ્યો હતો. ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે એજ આશય છે.

તમામ બસો સુરત બહારથી ઉપડશે અને ઉભી રહેશે

સુરતમાં ખાનગી બસ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 21-2-2023 થી તમામ લકઝરી બસો સુરત બહાર થી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો સુરત બહાર જ ઉભી રહેશે. શહેરમાં સવારે-રાત્રે થતા ટ્રાફિકને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં 150 થી લકઝરી બસના માલિકો દ્વારા મિટિંગમાં જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરમાં દરોજ 500 થી વધુ બસોની આવન જાવન રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે. 

તમામ બસો વાલક પાટિયાથી ઉપડશે

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યા બાદ ખાનગી બસ ઓપરેટરોએ રોષે ભરાઈને એક મીટિંગ બોલાવી હતી. જેમાં શહેરમાં પ્રવેશવાની છૂટના સમયે પણ ખાનગી બસો શહેરમાં પ્રવેશ નહીં કરે અને 21 તારીખથી વહેલી સવારથી તમામ બસો વાલક પાટિયા ખાતે ઉભી રહી જશે અને ત્યાંથી જ ઓપરેટ થશે તેવો નિર્ણય લેવાયો હતો. મુસાફરોએ પોતાના સ્વખર્ચે બસ સુધી આવવું પડશે અને ત્યાંથી પોતાના સ્થળ પર જવું પડશે.

પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે

સુરત લકઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશનના દિનેશ અણઘણના કહેવા મુજબ, શહેરમાંથી રોજની એવરેજ 500થી વધુ ખાનગી બસો ઓપરેટ થાય છે. પ્રસંગોપાત પણ લોકો બસ બુક કરાવે છે. રેગ્યુલર બસોની સાથે પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે. તેમણે કહ્યું, ધારાસભ્ય કુમાર કાનાણીના વિસ્તારમાં અનેક દૂષણઓ છે તેની સામે નવિધો કરીને પત્ર લખ્યો નથી. બસ સસ્તી પ્રસિદ્ધી માટે ખાનગી બસોને ટાર્ગેટ કરવામાં આવે છે, જેની હાલાકી હવે સામાન્ય લોકોને પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: વિંછીયામાં પથ્થરમારાના કેસમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની પોલીસ સાથે બેઠકNarmada News: કેવડીયામાં હાઈવોલ્ટેજ ડ્રામા, ગણપત તડવી નામનો શખ્સ વળતર ન ચૂકવાતા વીજ પોલ પર ચડી ગયોDwarka Mega Demolition: દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલિશન, 96 ગેરકાયદે દબાણો પર ચાલ્યું બુલડોઝરBanaskantha Split Decision : એક વ્યક્તિના અહમને સંતોષવા આખા જિલ્લાને ખેદાન-મેદાન કર્યુઃ ગેનીબેન ઠાકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Embed widget