શોધખોળ કરો
Advertisement
Surat : યુવકે યુવતી સાથે ભાવનગર જતાં લક્ઝરીના સ્લીપર કોચમાં બે વાર બાંધ્યા શારીરિક સંબંધ ને પછી.......
છેલ્લા કેટલાક દિવસથી એક યુવકની પોતાના ઘરમાં અવર-જવર વધી જતાં પતિને પત્ની પર શંકા ગઈ હતી. આ શંકાને આધારે પતિએ પત્નીને માર પણ માર્યો હતો.
સુરતઃ સુરતથી ભાવનગર જતી સ્લીપર લક્ઝરી બસમાં જ સાથી યુવકે પરણીત યુવતી સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. યુવતી ભાવનગરમાં કેટલાક શખ્સોએ પતિને ગોંધી રાખ્યો હોવાથી આરોપી યુવક સાથે પતિને છોડાવવા જઈ રહી હતી, ત્યારે લક્ઝરીના સ્લીપર કોચમાં ચાલું બસે જ બે-બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસથી એક યુવકની પોતાના ઘરમાં અવર-જવર વધી જતાં પતિને પત્ની પર શંકા ગઈ હતી. આ શંકાને આધારે પતિએ પત્નીને માર પણ માર્યો હતો. પત્નીએ પોતાની જેઠાણીના ભાઈને વાત કરતાં સમગ્ર ઘટના સામે આવતાં યુવતીએ પાંડેસરા પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
મૂળ યુપીના અને સુરતના પાંડેસરામાં રહેતો પરિવાર ચાની કિટલી ચલાવતો હતો. દરમિયાન પીડિતાને પતિને એક તાંત્રિક સાથે પરિચય થયો હતો. વર્ષ 2019માં દિવાળીના સમયે તાંત્રિકે ભાવનગરમાં રૂપિયાનો વરસાદ કરવા જવાનું કહ્યું હતું અને તેઓ તેના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાના હોવાનું જણાવ્યું હતું. આ પછી તાંત્રિક યુવતીના પતિને પણ સાથે લઈ ગયો હતો.
બંને ભાવનગર આવતાં તાંત્રિકે એક યુવક પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા તેમજ બંધ રૂમમાં પૂજા કરી રૂપિયાનો વરસાદ કરશે તેમ જણાવ્યું હતું. આ પછી તાંત્રિક યુવક સહિત 6 લોકોને બીજા રૂમમાં બંધ કરીને પૈસા લઈ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ તાંત્રિક પૈસા લઈને ફરાર થઈ જતાં આ શખ્સોએ યુવતીના પતિને કેદ કરી લીધો હતો. તેમજ યુવતીને ફોન કરીને તાંત્રિક પૈસા લઈ ગયો હોવાની અને પૈસા પાછા આપી પતિને છોડાવી જવાનું કહ્યું હતું.
આમ, પતિને છોડાવા માટે યુવતી સુરતના જ એક 20 વર્ષીય યુવકને લઈને લક્ઝરીમાં બેસીને ભાવનગર ગઈ હતી. આ સમયે ચાલુ બસમાં સ્લીપરના કોચમાં યુવકે યુવતી સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમયે યુવતી પતિને છોડાવી ન શકતા પરત ફરી હતી. તેમજ ફરીથી તાંત્રિકની પત્ની પાસેથી 3 લાખ રૂપિયા લઈ એ જ યુવક સાથે ભાવનગર ગઈ હતી.
આ સમયે પણ યુવકે ચાલુ બસે યુવતી સાથે પરામે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે યુવતી કેદ કરનાર લોકોને 3 લાખ રૂપિયા આપી પરત સુરત આવી ત્યારે પણ યુવકે ફરીથી યુવતીને છરી બતાવી સંબંધ બાંધ્યા હતા. દરમિયાન તાંત્રિકે પૈસા પરત કરી દેતા તેમણે યુવતીના પતિને છોડી મૂક્યો હતો.
જોકે, પરત આવેલા પતિના ધ્યાનમાં યુવક આવતાં બંને વચ્ચે તકરાર થઈ હતી. આ તકરાર પછી સમગ્ર ઘટના સામે આવતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement