શોધખોળ કરો
Advertisement
સુરતઃ 28 વર્ષની પરીણિતા 18 વર્ષના યુવકને શારીરિક સંબંધ માટે વારંવાર બોલાવતી, જાણો શું આવ્યો અંજામ ?
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં 18 વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો.
સુરતઃ સુરતમાં 28 વર્ષીય પરિણિતાને 18 વર્ષના યુવક સાથે એકતરફી પ્રેમ થઈ જતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવા ફોન કરીને બોલાવ્યા કરતી હતી. આ યુવતીએ તેના પતિને પણ કહી દીધું હતું કે, મારે આ છોકરા સાથે સંબંધ રાખવો છે. આ સાંભળીને પતિ પણ સ્તબ્ધ થઈ ગયો હતો અને તે પણ કશું નહોતો કરી શક્યો.
બિન્દાસ થઈ ગયેલી યુવતીએ શારિરિક સંબંધો માટે દબાણ ચાલુ રાખતાં 18 વર્ષના યુવકે કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. યુવકના પરિવારે યુવતી સામે ફરિયાદ કરતાં પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં 18 વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો. પરિવારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લોકડાઉનને કારણે યુવક ઘરે રહેતો હતો ત્યારે પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. પરીણિત યુવતીને ચાર વર્ષની બાળકી પણ છે.
આ યુવતી પોતાનાથી 10 વર્ષ નાના યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવક સાથે તે શારીરિક સંબંધ બાંધવા માગતી હતી. યુવકના પરિવારના જણાવ્યા મુજબ આ યુવતી યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રહેતો હતો.
પુત્રની આ હાલત જોઈ માતાએ પૂછતાં તેણે યુવતીના ત્રાસ ગે માતાને કહ્યું હતું. ચોંકેલી માતાએ યુવતીના પતિને આ વાતની જાણ કરી હતી. જો કે યુવતીએ પતિને સ્પષ્ય શબ્દોમાં કહી દીધું હતું કે, મારે આ યુવક સાથે સંબંધ રાખવો છે. પત્નીની આ વાત સાંભળી સ્તબ્ધ થઈને ઘરમાં જતો રહ્યો હતો. એ પછી પરિણીતા ફોન કરીને યુવકને બોલાવ્યા કરતી હતી તેથી યુવક માનસિક રીતે ભાંગી પડ્યો હતો.
સોમવારે પરિણીતાનો ફોન આવ્યા બાદ યુવકે ઘરના પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરિવારે પરિણીતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરીને યુવતી સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા માગ કરી છે. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement