શોધખોળ કરો
સુરત જિલ્લામાં કોરોનાનો હાહાકારઃ આજે બપોર સુધીમાં નોંધાયા નવા 128 કેસ, જાણો વિગત
આજે બપોર સુધીમાં જ સુરત શહેર અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાય છે. જેમાંથી સુરત શહેરમાં 98 પોઝિટિવ કેસ અને સુરત ગ્રામીણમાં 30 પોઝિટિવ કેસ નોંધાયા છે.

સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસો આવી રહ્યા છે, ત્યારે આજે બપોર સુધીમાં જ સુરત શહેર અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાય છે. જેમાંથી સુરત શહેરમાં 98 પોઝિટિવ કેસ અને સુરત ગ્રામીણમાં 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત શહેર અને ગ્રામીણ મળી કુલ પોઝિટિવ 7,979 કેસ નોંધાયા છે. જેમાંથી સુરત શહેરના કુલ 6825 પોઝિટિવ કેસ છે. જ્યારે ગ્રામીણમાં 1154 કેસ છે. સુરત શહેરમાં 275 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે ગ્રામીણમાં 35 મોત મળી કુલ 310 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
વધુ વાંચો





















