વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
સોળસુંબા ગામમાં બે વર્ષના બાળક સહિત પરિવારે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ.

Umargam mass suicide case: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે સામૂહિક આત્મહત્યા (Family suicide in Valsad)કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સોળસુંબા ગામના કૃષ્ણા નગરમાં આવેલી નીલકંઠ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ૩૦૪ નંબરના ફ્લેટમાં પતિ, પત્ની અને તેમના બે વર્ષીય બાળક મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ ઉમરગામ (Tragic deaths in Umargam) પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પતિએ બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી હતી, ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, આ ભયાનક પગલું ભરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મળતી માહિતી મુજબ, આ પરિવાર ભાડાના ફ્લેટમાં રહેતો હતો. પાડોશીઓએ લાંબા સમય સુધી તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. શંકા જતાં પાડોશીઓએ દરવાજો તોડીને અંદર જોયું તો પતિ ફાંસો (Husband wife child suicide Valsad) ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો, જ્યારે પત્ની અને બે વર્ષનું બાળક બેડ પર સૂતેલા જોવા મળ્યા હતા. પાડોશીઓએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ડીવાયએસપી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે અને આસપાસના લોકોની પૂછપરછ કરીને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે પતિએ પત્ની અને બાળકને ઝેરી પ્રવાહી પીવડાવ્યા બાદ પોતે ફાંસો ખાધો હોઈ શકે છે. જો કે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. હાલમાં ઉમરગામ પોલીસ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને પરિવારના સભ્યો કે તેમની સાથે સંકળાયેલા લોકોની માહિતી મેળવીને આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર ઉમરગામ પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે અને લોકો આ હૃદયદ્રાવક ઘટનાથી સ્તબ્ધ છે.




















