શોધખોળ કરો

Surat News: સુરતમાં ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પટકાતા મહિલાનું કરૂણ મોત

સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયામાં ત્રીજા ફ્લોરની બાલ્કની પરથી પટકાતા મહિલાનું મોત થયુ છે. શું છે સમગ્ર મામલો જાણીએ

Surat News:સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયામાં રાત્રે 9 વાગ્યે ત્રીજા માળથી નીચે પટકાતા મહિલાનું કમકમાટી ભર્યુ કરૂણ મોત નિપજ્યું છે. 30 વર્ષીય માયા શિવકરણ કબીર નામની મહિલા લાઇટ જતી રહી હોવાથી ગરમી લાગતા બહારની હવા લેવા માટે બાલ્કનીમાં આવી હતી આ સમયે બેલેન્સ બગડતાં નીચે પડી ગઇ હતી. ઘટનાના પગલે તાબડતોબ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ ડાયમંડ નગરી સુરતમાં હીરા દલાલે ઉધારી પરત નહીં મળતા આપઘાત કર્યો હતો. હીરા દલાલ
હીરા દલાલ સિટીલાઈટ વિસ્તારનો રહેવાસી છે. મહિધરપુરા હીરાબજારમાં આવેલી ઓફિસમાં એસિડ ગટગટાવ્યું હતું.પ્રદીપ ભાટિયાના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મહિધરપુરા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

વેપારીએ મિત્રોને ફોન કરીને પોતે ઝેર પી લીધું હોવાની જાણ કરતાં મિત્રો દોડીને ઓફિસે આવ્યા હતા અને વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૂળ રાજસ્થાનના બિકાનેરના વતની પ્રદીપ કેવલચંદ ભાટિયા (ઉ.વ. 34) સિટીલાઈટ વિસ્તારમાં સમૃદ્ધિ એપાર્ટમેન્ટમાં પત્ની તેમજ 5 સંતાનો સાથે રહેતા હતા.

પ્રદીપ મહિધરપુરા વિસ્તારમાં આવેલા અમૃતશાંતિ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવીને ત્યાં વેપાર કરતાં હતા. તેને માથે દેવું વધી ગયું હતું અને હાલ બજારમાં મંદીનો માહોલ છે. જેથી તણાવમાં આવી તેણે ઓફિસમાં ઝેર અને એસિડ પીધા બાદ મિત્રોને ફોન કરી જાણ કરી હતી. જે બાદ મિત્રો ઓફિસે દોડી આવ્યા હતા. પ્રદીપને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મોત થતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના પાંડેસરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકે યુવતી સાથે મિત્રતા બાંધીને તેમની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરી હતી. સુરતના પાંડેસરામાં લવ જેહાદના કિસ્સામાં  કેટલાક  ચોંકાવનાર ખુલાસા  થયા છે. આ ખુલાસા ખુદ આરોપીએ કર્યાં છે. આરોપી રિઝવાન ગફર શાહએ કરણ નામથી ઓળખ આપીને યુવતી સાથે મિત્રતા બાંધી અને પછી તેમને દિલ્લી લઇ ગયો. તેમની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતુ. યુવતીને ધર્મપરિવર્તન કરવા માટે પણ દબાણ કરનામાં આવતું હતું. જો ધર્મ પરિવર્તન ન કરે તો કેટલાક તેમની સાથેના ફોટો પણ વાયરલ કવાની ધમકી આપી હતી. ફરિયાદી યુવતીએ આ સમગ્ર આપવીતિ પોલીસ સમક્ષ જણાવી હતી. સુરત પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન તેમણે અનેક ચોંકાવનાર ખુલાસા કર્યા હતા. આરોપી યુવકે જણાવ્યું હતુ કે, હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમનું ઘર્મપરિવર્તન કરવાના અને તેમની સાથે લગ્ન કરવાનો ટાર્ગેટ આપનામાં આવે છે અને તેના પૈસા પણ મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget