શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ મિત્રોએ ચડાવતાં યુવકે મોંઢામાં ફોડ્યો સૂતળી બોમ્બ, હોઠના ઉડ્યા ફૂરચા, જાણો લેવા પડ્યા કેટલા ટાંકા ?
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મૂળ બિહારના પિન્ટુ નરેશ યાદવ (ઉ. 27 વર્ષ) દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યો હતો અને ફટાકડા ફોડી રહ્યો હતો.
![સુરતઃ મિત્રોએ ચડાવતાં યુવકે મોંઢામાં ફોડ્યો સૂતળી બોમ્બ, હોઠના ઉડ્યા ફૂરચા, જાણો લેવા પડ્યા કેટલા ટાંકા ? Twine bomb exploded in the mouth of a young man સુરતઃ મિત્રોએ ચડાવતાં યુવકે મોંઢામાં ફોડ્યો સૂતળી બોમ્બ, હોઠના ઉડ્યા ફૂરચા, જાણો લેવા પડ્યા કેટલા ટાંકા ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/16145127/bomb-blast.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ પાંડેસરા ગોવાલક નગર નજીક રહેતા યુવકે મિત્રો વચ્ચે લાગેલી શરતમાં યુવકે પોતાના મોંઢામાં સૂતળી બોમ્બ ફોડતાં ગંભીર રીતે દાઝી ગયો હતો અને બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેના નીચેના હોઠ પર 15 ટાંકા આવ્યા છે. જ્યારે તાળવાના ભાગે પણ ઇજા થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મૂળ બિહારના પિન્ટુ નરેશ યાદવ (ઉ. 27 વર્ષ) દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યો હતો અને ફટાકડા ફોડી રહ્યો હતો. દરમિયાન મિત્રોએ મસ્તીમાં પિન્ટુને મસ્તીમાં મોંમાં સુતળી બોમ્બ ફોડવા કહ્યું હતું. પહેલાં તો પિન્ટુઓ ના પાડી હતી પણ પછી ચડસાડસીમાં શરત લાગી જતાં પિન્ટુએ મોઢાંમાં જ સુતળી બોમ્બ ફોડી દીધો હતો. તેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોએ તાબડતોડ 108 મારફતે પિન્ટુને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો. હાલમાં પિન્ટુની હાલત સારવાર ચાલુ છે અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર પિંટુને મોઢામાં ફ્રેક્ચર થતા ટાંકા લેવા પડ્યા છે. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.
પોલીસને પહેલાં તો એવું કહેવાયેલું કે, યુવકો ડીજેની ધૂને ડાન્સ કરી રહ્યા હતા અને ફટાક્ડા ફોડી રહ્યા હતા ત્યારે બોમ્બ ઉછળીને આ યુવકના ચહેરા પાસે ફૂટતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. પોલીસે કટક પૂછપરછ કરતાં હકીકત બહાર આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion