શોધખોળ કરો

Surat: સીઆર પાટીલને બદનામ કરવાના કાવતરા મામલે મોટા સમાચાર, બે લોકોની અટકાયત,ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ શકે છે ફરિયાદ

સુરત: ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવાના કાવતરા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે.

સુરત: ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવાના કાવતરા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પત્રિકા વાયરલ કરી સીઆર પાટીલને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે ભાજપના જ મોટા વ્યક્તિ ફરિયાદી બની શકે છે. પત્રિકાકાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે. ચૂંટણી ફંડનાં દુરૂપયોગ અંગે ગંભીર આરોપો સાથે પત્રિકા ફરતી કરાઇ હતી.

ભાજપના જ આ ધારાસભ્યનું નામ આવ્યું સામે
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલની છબી ખરડાવવાનું ષડયંત્ર સામે આવ્યં છે. આ ષડયંત્ર પાછળ ભાજપના જ નેતાનું નામ સામે આવ્યું છે. આ ષડયંત્રમાં પૂર્વ મંત્રી અને ભાજપના જ ધારાસભ્ય ગણપત વસાવાની સંડોવણી હોવાનો સૂત્રોનો દાવો છે. ગણપત વસાવાના સમર્થકો સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ગણપત વસાવા ભાજપના વર્તમાન ધારાસભ્ય હોવાથી તેમની સામે પગલાં લેવાશે કે નહીં તે એક સવાલ છે. ગણપત વસાવા સામે કાર્યવાહીથી ભાજપની આબરૂ ખરડાવાની ભીતિ છે. જિનેન્દ્રના વિડિયો બાદ ગણપત વસાવાના સમર્થકોએ પત્રિકાઓ ફરતી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

જોકે આ મામલે ગણપત વસાવાએ ખુલાસો કર્યો છે. ગણપત વસાવાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, તેમને આ મામલે કોઈ જાણકારી નથી અને તે આવા કોઈ ષડયંત્રમાં સામેલ નથી. તેમણે કહ્યું કે, જો કોઈ કાર્યકરનું નામ સામે આવ્યું હોય તો પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ઇતિહાસમાં 156 બેઠકો જીતવાનો રેકોર્ડ જેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ સ્થાપ્યો તે જ ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલની છબી ખરડવા ભાજપના જ દિગ્ગજ નેતાએ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસના અધિકારી સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ સી આર પાટિલને બદનામ કરવાનું કાવતરું પૂર્વ વન મંત્રી અને હાલના માંગરોળ બેઠકના ધારાસભ્ય ગણપત વસાવાની સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે હજુ સુધી પોલીસે ગણપત વસાવાનું નામ રેકોર્ડ પર લીધું નથી.

થોડા દિવસ પહેલા રાજકોટના વતની જિનેન્દ્ર નામના યુવાનનો એક વિડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં જિનેન્દ્ર ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલ ભ્રષ્ટ્રાચારના આક્ષેપ કરી રહ્યો છે. ચૂંટણી માટેના ફંડમાં પાટિલે નાણાકીય ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ વીડિયો વાયરલ થયાના થોડા દિવસો બાદ દક્ષિણ ગુજરાતના અનેક સ્થળો પરથી પાટિલ વિરૂદ્ધની પત્રિકાઓ પણ ફરતી થઈ હતી. પત્રિકાઓમાં પણ આજ મુજબના પાટિલ સામે નાણાકીય ગડબડના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ મામલે પોલીસને તપાસ સોંપવામાં આવી જિનેન્દ્રને પોલીસે સુરતથી ઉઠાવ્યો અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.  પોલીસની તપાસમાં પત્રિકાઓ ફરતી કરવાના કાવતરું રચનનારોમાં ગણપત વસાવાનું નામ પણ સામે આવ્યું છે. જોકે પોલીસે હજુ ગણપત વસાવાનું નામ પોલીસ ચોપડે લીધું નથી કે નથી તેમનો જવાબ પણ નોંધ્યો. પરંતુ જિનેન્દ્ર ઉપરાંત અન્ય બે લોકોને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા તે બંને ગણપત વસાવાના સમર્થકો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં દક્ષિણ ગુજરાતના ભાજપના જ અન્ય નેતાઓની સામેલગીરી પણ પાટિલને બદનામ કરવાના કાવતરામાં સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ સૂત્રોનો એવો પણ દાવો છે કે ભાજપના જે નેતાઓની સંડોવણી છે તેના નામ રેકોર્ડ પર લવાશે નહિ કેમકે આમ કરવાથી ભાજપની જ છબી ખરડાશે. આવું ન થાય એટલે સમર્થકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે મોટા નેતાઓની સામેલગીરી છે તેમની સામે પક્ષ એક્શન લેશે. મહત્વની વાત એ છે કે ભાજપમાં બધું સમુસુતરું છે તેવો દાવો કરવામાં આવે છે પરંતુ ગુજરાત ભાજપમાં પણ અંદરોઅંદરની લડાઈ ચરમસીમાએ છે અને પાટિલને બદનામ કરવાનું બહાર આવેલું ષડયંત્ર તેનું ઉદાહરણ છે. તો બીજું ઉદાહરણ વડોદરાના મેયરના વિરુદ્ધમાં ફરતી થયેલી પત્રિકાઓ પણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget