શોધખોળ કરો
સુરતઃ યુવકે બેડરૂમમાં જઈને મિત્રની પત્નિને ઉઠાવીને બેડ પર નાંખી અને તેની સાથે.......
મિત્રની પત્નીની એકલતાનો લાભ લઇ તેને બેડરૂમમાં બેડ પર નાંખી તેની સાથે શારીરિક સંબંધો બાંધવાનો પ્રયાસ કરનારા યુવક વિરૂધ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રતિકાત્મક તસવીર.
સુરતઃ સુરતના અમરોલી વિસ્તારમાં મિત્રની પત્નીની એકલતાનો લાભ લઇ તેને બેડરૂમમાં બેડ પર નાંખી તેની સાથે શારીરિક સંબંધો બાંધવાનો પ્રયાસ કરનારા યુવક વિરૂધ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બળાત્કારનો પ્રયાસ કરનારા હવસખોરે યુવતીના પતિને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
અમરોલી-કોસાડ રોડ વિસ્તારમાં રહેતો એન્જિનિયર યુવાન ગુરૂવારે સવારના 9 વાગ્યે નોકરીએ જવા નીકળી ગયો હતો. એ પછી તેનો મિત્ર જીતુ ભાણા જીંજાળા (ઉ.વ. 32 રહે. 54 શિવ સમરાથળ રેસીડન્સી, વલથાણ પાટિયા) કારના ડોક્યુમેન્ટ્સ આપવા ઘરે આવ્યો હતો.
એન્જિનિયરની પત્નીને ડોક્યુમેન્ટ્સ આપવા આવ્યો છું એમ કહેતાં તેણે જીતુને આવકાર આપી પાણી આપ્યું હતું. યુવતી ડોક્યુમેન્ટ્સ મુકવા બેડરૂમમાં ગઇ હતી ત્યારે જીતુ પણ બેડરૂમમાં ઘૂસી આવ્યો હતો અને યુવતીને બેડ પર પટકી દઇ તેની સાથે જબરજસ્તીથી શારિરક સંબંધ બાંધવાનો તથા બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતી હવસખોરને બે લાત મારીને ભાગીને પડોશી મહિલાને ઘરે ચાલી ગઇ હતી.
આ ઘટના પછી જીતુ ચાલ્યો ગયો હતો. બીજી તરફ યુવતીએ ઘટનાની જાણ પતિને કરતાં તે તરત જ દોડી આવ્યો હતો અને જીતુને ઘરે બોલાવ્યો હતો. યુવતીના પતિએ જીતુને ઠપકો આપતાં બંન્ને વચ્ચે મારામારી થઇ હતી. ત્યાર બાદ જીતુ ત્યાંથી ચાલ્યો ગયો હતો અને મોટા વરાછા ખાતે યુવતીના પતિને ફરી મળ્યો હતો. જીતુએ ધમકી આપી હતી કે, તારા દિવસો ગણીને રાખજે અને હું તને જાનથી મારી નાંખીશ. આ ઘટના પછી યુવતી તથા તેના પતિએ જીતુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
