સુરતમાં BRTS બસ કહેર,રાહદારીને અડફેડે લેતા ધડથી માથું થયું અલગ
BRTS Bus Accident: શહેરમાં BRTS બસ દ્વારા મોતનો કહેર યથાવત છે. પાંડેસરા પાંડેસરા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. પાંડેસરા યુનિટી એસ્ટેટ બાટલીબોય પાસે કામનાથ મહાદેવ બી.આર.ટી.એસમાં અકસ્માત થયો છે.
સુરત: શહેરમાં BRTS બસ દ્વારા મોતનો કહેર યથાવત છે. પાંડેસરા પાંડેસરા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. પાંડેસરા યુનિટી એસ્ટેટ બાટલીબોય પાસે કામનાથ મહાદેવ બી.આર.ટી.એસમાં અકસ્માત થયો છે. બસ ચાલકે રાહદારીને ઉડાવ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે રાહદારીનો માથાનો ભાગ શરીરથી અલગ થઈ ગયો હતો. જેથી રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું. બ્લ્યુ સિટિલીંકના બસ ચાલકે રોડ ક્રોસ કરતી વખતે રાહદારીને અડફેડે લીધો હતો. અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નોંધનિય છે કે સુરતમાં આ પહેલા પણ આવી ઘટના બની ચુકી છે. હાલમાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
3 સંતાનોના પિતાએ 4 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ
સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં પાંડેસરા વડોદમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર દુષ્કર્મ આચરનાર 3 સંતાનોનો પિતા છે. ઘટના બાદ હવસખોર અજય પટેલને પાંડેસરા પોલીસે રાતોરાત તેના ઘરેથી દબોચી લીધો હતો.
ઉપલેટામાં સગા ભાઈએ બહેન અને બનેવીને ઉતાર્યા મોતને ઘાટ
રાજકોટ: ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. પ્રેમપ્રકરણમાં યુવતીના પિતા અને ભાઈએ યુવતી અને તેના પતિની હત્યા કરી છે. હત્યાના બનાવને પગલે ઉપલેટામાં ઉચ અધિકારીઓ દોડી આવ્યા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા ઉપલેટા પહોંચ્યા છે. મરનાર યુવક અને યુવતીની ઉપલેટા પોલીસે ઓળખ કરી છે.
મરનાર યુવક ઉપલેટા તાલુકાના અરની ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવકનું નામ અનિલ મહિડા અને મૃતક યુવતીનું નામ રીના સિંગખરિયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર યુવક યુવતીએ એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. જેનો યુવતી પરિવારને વિરોધ હતો. જ્યારે ઉપલેટા ખાતે બને પતિ પત્ની દાતની સારવાર અર્થે આવ્યા હતા ત્યારે યુવતી રીનાનો ભાઈ બન્ને જોઈ ગયો હતો અને બાદમાં પિતા સાથે મળીને ગુસ્સામાં આવી બન્નેના ઢીમ ઢાળી દીધા હતા. હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.