ભિખારીની દરિયાદિલ્લી, CM રાહત કોષમાં દાન માટે આપ્યા 50 લાખ રૂપિયા, કહ્યું મને પૈસાની જરૂર નથી
ઘણા ધર્મોમાં દાનને સૌથી મોટું પુણ્ય માનવામાં આવ્યું છે. પરંતુ એવું બહુ જ દુર્લભ છે કે, કોઈ વ્યક્તિ દાનમાં મળેલી વસ્તુ દાન કરી દે
Tamilnadi News:તમિલનાડુના એક ભિક્ષુકે મુખ્યમંત્રી રાહત ફંડમાં લગભગ 50 લાખ રૂપિયાનું દાન આપીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અહીં 72 વર્ષીય પૂલપાંડિને આ રકમ સીએમ રિલીફ ફંડમાં દાન કરી છે. તમિલનાડુના થુથુકુડી જિલ્લાના રહેવાસી પુલપાંડિયને મે 2020માં પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં 10,000 રૂપિયાનું દાન કર્યું હતું. પૂલપાંડિયને જણાવ્યું કે, તે સિંગલ છે અને તેને ભીખ તરીકે મળેલા પૈસાની જરૂર નથી.
પૂલપાંડિયન કહે છે કે મારો કોઈ પરિવાર નથી, હું રાજ્યના દરેક જિલ્લામાં જઈને ભીખ માંગીને પૈસા ભેગા કરું છું. પછી ત્યાંથી જતા પહેલા હું જિલ્લા કલેક્ટર કચેરીમાં જાઉં છું અને ગરીબોને મદદ કરવા પૈસા દાન કરું છું. ભિક્ષુકે કહ્યું કે, મેં 5 વર્ષમાં લગભગ 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે.
પૂલપાંડિયનનો એક પરિવાર હતો
એવું કહેવાય છે કે, પૂલપાંડિયનનો પણ એક હસતો રમતો મોટો પરિવાર હતો. તે તેની પત્ની અને બે પુત્રો સાથે રહેતો હતો. 1980માં તેઓ મુંબઈ ગયા હતા. ત્યાં તેણે પરિવારના ભરણપોષણ માટે પરંતુ તેમની પત્ની સરસ્વતીનું 24 વર્ષ પહેલા અવસાન થયું હતું. પત્ની ગુમાવ્યા પછી, પૂલપાંડિને તેમના બાળકોને ઉછેર્યા અને તમિલનાડુ પાછા ફરતા પહેલા તેમના લગ્ન કર્યા. જો કે, આ પછી બંને બાળકોએ પૂલપાંડિયનને સાથ ન આપ્યો અને તેમને મજબૂરીમાં ભીખ માંગવી પડી.
તેમનું કહેવું છે કે, મારે ભીખ માંગવી પડી કારણ કે મારા પુત્રોએ મારી સંભાળ લેવાની ના પાડી. પૂલપાંડિયાએ ફરીથી પૈસા બચાવવાનું શરૂ કર્યું અને શાળાઓ, કોવિડ-19 રાહત ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપતા રહ્યા. 2020 માં, પૂલપાંડિયનને તેમના ઉમદા હેતુ માટે અને કોવિડ-19 રાહત ફંડમાં તેમના યોગદાન બદલ સ્વતંત્રતા પર્વેના અવસરે મદુરાઈ જિલ્લા કલેક્ટર તરફથી એવોર્ડ પણ મળ્યો હતો.
CBI હેડક્વાર્ટરમાં મનીષ સિસોદિયાની પૂછપરછ શરૂ, દક્ષિણ દિલ્હીમાં કલમ 144 લાગૂ
આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે, આવી સ્થિતિમાં તેમની સાથે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં સાંસદો આવવાનો અનુમાન હોવાથી સઘન પોલીસે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે યોજાનારી પૂછપરછ પહેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, હું આજે ફરી સીબીઆઈમાં જઈ રહ્યો છું, હું સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. લાખો બાળકોનો પ્રેમ અને કરોડો દેશવાસીઓના આશીર્વાદ સાથે છે. જો મારે થોડા મહિના જેલમાં રહેવું પડે તો મને વાંધો નથી. તેઓ ભગતસિંહના અનુયાયી છે, ભગતસિંહને દેશ માટે ફાંસી આપવામાં આવી હતી. આવા ખોટા આરોપોને કારણે જેલમાં જવું એ નાની વાત છે.