શોધખોળ કરો

Patan News: શંખેશ્વરના ખારસોલ તળાવમાં ન્હાવા પડેલા બંને યુવક ડૂબી જતા કરૂણ મોત

પાટણ શંખેશ્વરમાં તળાવમાં ડૂબી જતા બે કિશોરના મૃત્યુ થયા છે. શંખેશ્વરના ખારસોલ તળાવમાં દેવીપૂજક સમાજના બે કિશોરોના મોતથી શોકનો માહોલ છવાઇ ગયો છે

પાટણ શંખેશ્વરમાં તળાવમાં ડૂબી જતા બે કિશોરના મૃત્યુ થયા છે. શંખેશ્વરના ખારસોલ તળાવમાં દેવીપૂજક સમાજના બે કિશોરોના મોતથી શોકનો માહોલ છવાઇ ગયો છે

પાટણ શંખેશ્વરમાં તળાવમાં ડૂબી જતા બે કિશોરના મૃત્યુ થયા છે. શંખેશ્વરના ખારસોલ તળાવમાં દેવીપૂજક સમાજના બે કિશોરો ન્હાવા ગયા હતા. બંને ડૂબી જતાં પરિવારમાં મોતથી શોકનો માહોલ છવાઇ ગયો છે. દેવીપૂજક મૃતક બંને યુવકની ઉંમર  16 તેમજ 18 વર્ષિય હોવાનું સામે આવ્યું છે. બન્ને કિશોરોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. મૃતક બન્ને કિશોરોને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં પનીર,મસાલા,પેસ્ટ્રી બાદ હવે આઈસ્ક્રીમના નમૂના ફેલ

Surat: ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે છેલ્લા બે ત્રણ દિવસથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ગરમીથી રાહત અનુભવવા માટે સુરતીઓ જે આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પી રહ્યા છે તેના કેટલાક સેમ્પલો ફેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. હનુમંતે આઈસક્રીમ એન્ડ લીક્વીડનો કાજુ અંજીર આઈસક્રીમ, અમરદીપ આઈસક્રીમ એન્ડ જ્યુસનો અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસક્રીમ, બાલાજી આઈસક્રીમ પાર્લરનો વેનીલા આઈસક્રીમ અને ભરકાદેવી આઈસક્રીમનો પણ વેનીલા આઈસક્રીમનો નમૂનો ફેઈલ મળી આવ્યા છે. આ સંસ્થા/ઈસમો સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવા કરવામાં આવશે.

દવાના નમૂના ફેલ

સમગ્ર રાજ્યમાં હાલમાં ભેળસેળના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પેસ્ટ્રી, મરી મસાલા, પનીર બાદ હવે દવા પણ નકલી મળી આવી છે. મહાનગરપાલિકાની તપાસમાં દવાના સેમ્પલ ફેલ જણાઈ આવ્યા છે. શારીરિક તંદુરસ્તી માટે લેવામાં આવતી હેલ્થ સપ્લિમેન્ટની દવાઓ પણ સુરક્ષિત નથી. તપાસમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ આવ્યા છે. શાહપોર આશિષ મેડિકલ, મગોબ ની જય અંબે કેમિસ્ટ, બમરોલી ની એસ એચ કેમિસ્ટ ના સેમ્પલ ફેલ જોવા મળ્યા છે. મહાનગરપલિકા એ આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતમાં પિત્ઝાના નમૂના થયા ફેલ

સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચનારા દ્વારા ગુણવત્તા યુક્ત ખોરાક વેંચવામાં આવતો ન હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. સુરત શહેરના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા સારી ન હોવાની વાત સામે આવી છે. ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. 6 જેટલા નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

આ 6 સંસ્થાના નમૂના ફેઈલ ગયા

સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ (પિઝા હટ) ઘોડદોડ રોડ

દેવ હોસ્પિટાલિટી (લા-પીનોઝ પિઝા) પાલનપોર

પ્રેરણા હોસ્પિટાલિટી (કેએસ ચારકોલ) પીપલોદ

ડેન્સ પિઝા, અડાજણ

ગુજ્જુ કાફે, જહાંગીરાબાદ

જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.(ડોમિનોસ પિઝા) ભરથાણા (વેસુ)

પનીર વેચતી આ 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ

Surat: સુરતીઓ છાશવારે પનીરનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ. કારણ કે, પાલિકાના ફૂડ વિભાગે પખવાડિયા અગાઉ શહેરની 15 ડેરી અને દુકાનોમાંથી પનીરના 15 સેમ્પલ લીધા હતાં, તેમાંથી 10 સેમ્પલ ફેલ થયા છે. તેમના પનીરમાં ભેળસેળ મળી આવી છે. આ તમામ 10 ડેરી અને પનીર વેચતી દુકાનોમાંથી 240 કિલો અખાદ્ય પનીરનો નાશ કરીને તમામ દુકાન અને ડેરી બંધ કરાવી દેવામાં આવી છે.

ત્રણ અઠવાડિયા પહેલાં ભાવનગરમાં મોટાપાયે નકલી પનીરનું ઉત્પાદન કરી શહેરોમાં વેચાણ કરાતા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. રાજકોટ પાલિકાએ 1600 કિલો નકલી પનીર પકડી પાડ્યું હતું. ત્યારબાદ સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં પનીરના સેમ્પલ લેવા માટેની ઝૂંબેશ છેડાઈ હતી. સુરત પાલિકાના ફૂડ વિભાગે પણ પખવાડિયા પહેલા પનીર સેમ્પલ લીધા રા. ફૂડ વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારની 15 ડેરીઓમાં આરોગ્યલક્ષી દરોડા પાડી પનીરની ગુણવત્તા ચકાસવા માટે 15 સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં.

જોકે પનીરના સેમ્પલ લેબોટરીમાં નિષ્ફળ સાબિત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સંસ્થાઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવશે. આ તમામ સંસ્થાઓ વિરૂદ્ધ પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરતની કઈ સંસ્થાઓના પનીરના સેમ્પલ ફેલ થયા...?

કનૈયા ડેરી ફાર્મ - 1 (મોટા વરાછા)

જય ગાયત્રી ડેરી અને પાર્લર (ઉગત રોડ)

ઇન્ડિયા ડેરી (ઉધના)

શ્રી ગુરુ લાભેશ્વર ડેરી અને મીઠાઈઓ (સરથાણા જકાતનાકા)

શૈલેષ છગનભાઈ પટેલ (ખટોદરા)

શ્રીજી ડેરી અને ચોપાટી આઈસ્ક્રીમ (પાંડેસરા)

ગોગા માર્કેટિંગ (પર્વત પાટિયા)

સુખસાગર ડેરી (આંજણા)

સુરભી ડેરી સ્વીટ અને આઈસ્ક્રીમ (અડાજન)

નૂરાની ડેરી ફાર્મ (સગરામપુરા)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget