Uttarayan 2023 Live Update: મકર સંક્રાંતિના અવસરે અકસ્માત ટાળવા સુરત પોલીસ કર્યો આ મહત્વનો આદેશ
આજે મકરસંક્રાંતિના પર્વને લઇને પતંગ રસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાન પૂજા અને પતંગબાજી સાથે લોકો ઉતરાણની મોજ માણી રહ્યાં છે,

Background
આજે મકરસંક્રાંતિના પર્વને લઇને પતંગ રસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાન પૂજા અને પતંગબાજી સાથે લોકો ઉતરાણની મોજ માણી રહ્યાં છે, તો બીજી તરફ ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. સુરત અમદાવાદમાં ફાફડાની દુકાનમાં લાંબી કતારો જોવા મળી.
સુરતમાં આજે ઉત્તરાયણ પર્વ ને લઈ જલેબી ફાફડા ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે. અહીં ઊંધીયાની સાથે સાથે જલેબી ફાફડાની જયાફત પતંગ સાથે ઉડાવવા માટે સુરતીઓ ધાબા પર ફાફડા પાર્ટીનું આયોજન કરે છે. જેના કારણે અહીં દુકાનોમાં લાંબી લાઇન જોવા મળી રહી છે.
Makar Sankranti 2023: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે પોળમાં પેચ લડાવી મનાવી ઉતરાણ
આજે સમગ્ર રાજ્યમાં ઉમળકાભેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. નાના મોટી સૌ કોઈ પતંગો ચગાવી રહ્યા છે. આજે આજે ગુજરાતના સીએમ ભુપેદ્ર પટેલે પણ પતંગ ચગાવી હતી. સીએમએ અમદાવાદના દરિયાપુરની નવા તળિયા પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલના આગમનથી કાર્યકરોમાં પણ જોશ જોવા મળ્યો હતો.
જરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રોમાં માણેક ગ્રામજનો સાથે ઉતરાણની કરી ઉજવણી
ગાંધીનગરના મેયરે ઉત્તરાયણ પર્વની ઉજવણી પાલજ ગામમાં કરી. પાલેજ ગામ ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નંબર 4માં આવે છે. મેયર હિતેશ મકવાણાએ તેમની પત્ની અને ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રોમાં માણેક અને વોર્ડ 4ના કોર્પોરેટર અને ગ્રામજનો સાથે ઉજવણી કરી હતી. ઉજવણી પહેલા જરૂરિયાતમંદ લોકોને પતંગનું વિતરણ કર્યું હતું. બીજી તરફ ગ્રામજનોએ ગુલાબની પાંદડીઓથી રોમા માણેક અને હિતેશ મકવાણાનું કર્યું સ્વાગત કર્યું હતું. ગુજરાતના રાજકારણના આકાશમાં ભાજપનો પતંગ ઉચોને ઉચો જ ચગતો રહેશે અને ભાજપ પોતાના કામનું મૂલ્યાંકન કરશે તેવો વિશ્વાસ હિતેશ મકવાણાએ વ્યક્ત કર્યો. તો તેમના પત્ની રોમા માણેકે પતિ મેયર બન્યા હોવાથી સમય ઓછો આપે છે જેના કારણે મીઠો ઝઘડો થતો હોવાનું જણાવતા પોતે રાજકારણમાં નહિ આવે માત્ર પતિને સાથ આપશે તેવું જણાવ્યું હતું.





















