Vadodara boat capsize: વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જતા 14ના મોત, જાણો તમામ મૃતકોના નામ
શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના ડૂબી જવાથી મોત થયું હતું
વડોદરા: શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના ડૂબી જવાથી મોત થયું હતું. એક શિક્ષિકાએ કહ્યું હતું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. જેમાંથી ફક્ત 10 વિદ્યાર્થીને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. જેમણે જેકેટ પહેરનારા બચી ગયા હતા જ્યારે અન્ય લોકો મોતને ભેટ્યા હતા.
વડોદરા દુર્ઘટનામાં જિલ્લા મેજિસ્ટ્રેટને 10 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાના સરકારે આદેશ આપ્યા હતા. આ મામલે મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ફરાર થયો હતો જ્યારે મેનેજર સહિત બેની ધરપકડ કરવામાં આવી હતી. હરણી તળાવ ડેવલમેન્ટના કોન્ટ્રાકટર પરેશ શાહે સબ કોન્ટ્રાકટ આપીને શરતોનો ભંગ કર્યો હતો. વડોદરા હોનારતમાં પાંચ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતકના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકારે 6 લાખની સહાયની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો દાવો શિક્ષિકાએ કર્યો છે. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી. તો બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલે 9ના મોતની આશંકા વ્યક્ત કરી છે. ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓની બોટ પલટી છે. જો કે, મોતનો આંકડો વધે તેવી આશંકા છે. બે શિક્ષકો સહિત કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા છે.
તમામ મૃતકોના નામ આ પ્રમાણે છે
-મહંમદ અયાન મહમદ અનીશ ગાંધી રહે: બકરી પોળ, વડોદરા, ઉંમર વર્ષ 13
- ફાલ્ગુનીબેન મનીષભાઈ પટેલ ઉંમર વર્ષ-52, રહેવાસી- નવજીવન સોસાયટી, આજવા રોડ, વડોદરા
- રોશની પંકજભાઈ સિંધી ઉંમર વર્ષ -10, રહેવાસી, રાજરાની તળાવ, પાણીગેટ ,વડોદરા
- ઋત્વી પ્રતીકકુમાર શાહ ઉંમર વર્ષ- 15, રહેવાસી- વૈકુંઠ સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા
- છાયાબેન હિતેન્દ્રભાઈ સુરતી, ઉંમર વર્ષ- 56, રહેવાસી- ભારત સમાજ સોસાયટી પ્રભુનગરની પાછળ, વાઘોડિયા રોડ, વડોદરા
- જહાબીયા મોહમ્મદ યુનિસ સુબેદાર, ઉંમર વર્ષ- 10 રહેવાસી- આઈશા ફ્લેટ, સિટી પોલીસ સ્ટેશનની સામે, વડોદરા
- વિશ્વ કુમાર કલ્પેશભાઈ નીનામા, ઉંમર વર્ષ- 10, રહેવાસી- કિશનવાડી કબીર ચોક , વડોદરા
- રેયાન હારુન ખલીફા, ઉંમર વર્ષ- 10, રહેવાસી- 102 રાજુ ટાવર સબીના પાર્ક બહાર કોલોની સરદાર એસ્ટેટ, વડોદરા
- શકિના સોકતભાઈ શેખ, રહેવાસી- મેમણ કોલોની આજવા રોડ વડોદરા
- અલિસબા મોહમ્મદ, વર્ષ ઉંમર-9, રહેવાસી- વાડી તાઈવાળા વડોદરા
- મુહાબીયા મોહમ્મદ માહિર શેખસ ઉંમર વર્ષ- 8, રહેવાસી- જય અંબે નગર, આજવા રોડ, વડોદરા
- નેન્સી રાહુલ કુમાર વાંચી, ઉંમર વર્ષ- આઠ, રહેવાસી- પ્રતિભા સોસાયટી, આજવા રોડ, વડોદરા
- આઈ એમ અલ્તાફ હુસેન મનસુરી, ઉંમર વર્ષ- આઠ, રહેવાસી- ભદ્ર કચેરી રોડ, સૈયદ વાળા, વડોદરા
- ફારૂક ખલીફા, ઉંમર વર્ષ- 10, રહેવાસી- રાજુ ટાવર સબીના પાર્ક બહાર કોલોની સરદાર એસ્ટેટ ,વડોદરા.