શોધખોળ કરો
Advertisement
સિવિલ સર્વિસીસની પરીક્ષા માટે પૂણે ગયેલી વડોદરાની 24 વર્ષની યુવતીનું કોરોનાથી મોત, પિતા 10 દિવસ પહેલાં ગુજરી ગયા હતા
વડોદરામાં એક 24 વર્ષની યુવતીનું કોરોનાના કારણે મોત થયું છે. યુવતીનું નામ નબીલા પઠાણ છે.
વડોદરાઃ ગુજરાતમાં અનલોક 1 પછી કોરોનાનો પ્રકોવ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 38 દર્દીઓના મોત થયા છે. આજે 366 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.
કોરોનાના વધતા કેસની વચ્ચે વડોદરામાં એક દુઃખદ ઘટના બની છે. વડોદરામાં એક 24 વર્ષની યુવતીનું કોરોનાના કારણે મોત થયું છે. યુવતીનું નામ નબીલા પઠાણ છે. નબીલાના પરિવાર માટે આ આઘાતજનક સમાચાર છે કારણ કે તે 24 વર્ષની યુવાનીમાં મોતને ભેટી છે. 10 દિવસ પહેલા જ નબીલાના પિતા રફિક મહંમદ ફૈઝ મહંહમદ પઠાણનું પણ કોરોનાને કારણે મોત થયું હતું. આમ માત્ર 10 દિવસના ગાળામાં પિતા અને પુત્રી બન્નેનો કોરોનાએ ભોગ લીધો છે.
નબીલા કલેક્ટર બનવા માગતી હતી. નબીલા માર્ચ મહિનામાં જ સિવિલ સર્વિસની એક્ઝામ આપવા માટે પુના ગઇ હતી અને પરત આવ્યા બાદ લોક ડાઉન લાગી ગયુ હતુ. ૧૫ થી ૨૦ દિવસ પહેલા નબીલાના પિતાને કોરોનાનું સંક્રમણ લાગ્યુ હતુ અને તેમનું ૧૦ દિવસ પહેલા જ મોત થયુ હતું.
નબીલા થાઈરોડની બીમારીથી પણ પીડાતી હતી. તેની તબિયત બગડતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટાવ આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement