Vadodara Corona Update: ગુજરાતના આ શહેરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું,માર્ચમાં 27 કેસ નોંધાયા, H3N2 થી એકનું મોત
Vadodara Corona Update: કોરોનાની ત્રીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. વડોદરામાં ગઈકાલે વડોદરા શહેરમાં કોવિડના 5 કેસ પોઝિટિવ નોંધાતા આ મહિને કોવિડ પોઝિટિવની સંખ્યા વધીને 27 પર પહોંચી છે.
Vadodara Corona Update: કોરોનાની ત્રીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. વડોદરામાં ગઈકાલે વડોદરા શહેરમાં કોવિડના 5 કેસ પોઝિટિવ નોંધાતા આ મહિને કોવિડ પોઝિટિવની સંખ્યા વધીને 27 પર પહોંચી છે. જોકે ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડ પોઝિટિવના કેસ નોંધાઇ રહ્યા છે. આ અંગે કોર્પોરેશન આરોગ્ય વિભાગના મુખ્ય અમલદારનું કહેવું છે કે, આ વખતનો કોરોના વાયરસ પહેલા જેટલો ઘાતક દેખાઈ રહ્યો નથી. N1H1 વાયરસ તેના રૂપ બદલી રહ્યો છે. જોકે તેના લક્ષણો એક સરખા જ જોવા મળી રહ્યા છે. શરદી, ખાંસી, તાવના લક્ષણો સામે આવી રહ્યા છે.
પહેલા રોજના 250 થી 300 ટેસ્ટિંગમાં માંડ 1 કે 2 પોઝિટિવ આવતા હતા તે હવે 2 થી 3 કેસ નોંધાઇ રહ્યા છે. 34 અર્બન હેલ્થ સેન્ટર, સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ ખાતે પણ કોવિડ ટેસ્ટિંગની સુવિધાઓ ઉભી કરાઈ છે. માર્ચ માસમાં નોંધાયેલા 27 પોઝિટિવ કેસના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી 4000 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની અલાયદી વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે.
સયાજી હોસ્પિટલમાં 30 હજાર લીટર ઓક્સિજનની ટેન્કની વ્યવસ્થા છે તો ગોત્રી હોસ્પિટલમાં 20 હજાર લીટર ઓક્સિજનની ટેન્કની વ્યવસ્થા રાખવામાં આવી છે. લોકો પોતે સાવધાની રાખે ભીડભાળથી બચે, માસ્ક પહેરે અને હાથ સેનીટાઈઝ કરે તે જરૂરી બન્યું છે. જોકે ખાનગી લેબોરેટરીમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટિંગ માટે લોકો પહોંચી રહ્યા છે. શહેરની 9 ખાનગી લેબની વાત કરીએ તો ત્યાં રોજના 5 થી 7 કોવિડ પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. 400 રૂપિયામાં ખાનગી લેબમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટિંગ થઈ રહ્યું છે તો કોર્પોરેશનના 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 સરકારી હોસ્પિટલમાં મફતમાં ટેસ્ટિંગ થઈ રહ્યા છે.
આ મામલે લેબ સંચાલકો કહી રહ્યા છે કે, કોવિડની ત્રીજી લહેરમાં કામગીરી કર્યા બાદ હવે જો કોવિડના આર.ટી.પી.સી.આર ટેસ્ટિંગ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રખાય છે. કુલ મળીને વાત કરીએ તો કોર્પોરેશન તંત્ર અને ખાનગી લેબ, ખાનગી હોસ્પિટલમાં કોવિડના કેસ વધે તો તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. લોકો જાગૃત રહી બીમારીના લક્ષણ દેખાતાં જ કોવિડ ટેસ્ટ કરાવી સારવાર મેળવે તો કોવિડ વધવાની શક્યતા પર નિયંત્રણ લાવી શકાય. જોકે આ સાથે વડોદરામાં H3N2 વાયરસ પણ પ્રવેશી ચુક્યો છે જેમાં 4 દિવસ પહેલા 65 વર્ષીય મહિલા નું H3N2 પોઝિટિવ ને કારણે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું. તે એક ચિંતાનો વિષય બન્યો છે.