Vadodara: યુવકે પરીણિત પ્રેમિકાને વહેલી સવારે ખેતરમાં બોલાવીને માણ્યું શરીર સુખ, પછી હત્યા કરી લાશને દાટી દીધી ને...
આ ઘટનામાં બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામની 20 વર્ષીય પરિણીત યુવતીને પાસે આવેલા ફાફટ ગામના 24 વર્ષીય યુવક સાથે છેલ્લાં ચાર વર્ષથી શરીર સંબંધ હતા.
વડોદરાઃ વડોદરા જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં યુવકે પોતાની પરીણિત પ્રેમિકાને વહેલી સવારે ખેતરમાં મળવા બોલાવી હતી. ખેતરમાં તેની સાથે શરીર સંબંધ બાંધીને શરીર સુખ માણ્યું હતું અને પછી તેની હત્યા કરીને તેની લાશને ખેતરમાં જ દાટી દીધી હતી. જો કેલાશ બહાર દેખાતાં તેના પાપનો ભાંડો ફૂટી ગયો હતો.
આ ઘટનામાં બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામની 20 વર્ષીય પરિણીત યુવતીને પાસે આવેલા ફાફટ ગામના 24 વર્ષીય યુવક સાથે છેલ્લાં ચાર વર્ષથી શરીર સંબંધ હતા. યુવક યુવતીને પોતાની સાથે ભાગી જવા દબાણ કરતો હતો. પણ પરિણીત યુવતીએ ના પાડી દીધી હતી. યુવકે તેની વાત માની હોય એવો દેખાવ કરીને તેને મળવા ખેતરમાં બોલાવી હતી. તેની સાથે શારીરિક સબંધ બાંધીને શરીર સુખ માણ્યું હતું. એ પછી યુવતીનુ ગળું દબાવી ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી.
યુવકે ખેતરમાં જ ખાડો ખોદીને લાશને દાટી દીધી હતી. યુવકે જેમતેમ ખાડો ખોદી રેખાની લાશ દાટી દીધી હતી અને રાત્રે પાવડો લઈ આવીને મોટો ખાડો કરી લાશને પૂરી દાટી હતી. જો કે ખાડો બહુ મોટો નહીં કર્યો હોવાથી લાશ બહાર દેખાવા લાગી અને પાપનો ભાંડો ફૂટતાં બોડેલી પોલીસે અલ્પેશની ફાફટ ગામે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગતો પ્રમાણે, ઢેબરપુરાની 20 વર્ષીય રેખા ના લગ્ન ગયા વર્ષે જ કાયાવરોહણ મુકામે પિયુષ નામના યુવક સાથે કર્યા હતા. આ પહેલાં રેખાને સંખેડા તાલુકામાં આવેલા ફાફટ ગામના 24 વર્ષીય અપરણિત યુવક અલ્પેશ તડવી સાથે શરીર સંબંધ બંધાયા હતા. અલ્પેશ અને રેખા વચ્ચે ચારેક વર્ષથી ગાઢ સબંધ હતો . પણ ઘરવાળાએ રેખાને બીજે પરણાવી દીધી હતી. થોડાક જ સમયમાં રેખા પિયર ઢેબરપુરા પાછી આવી ગઈ હતી. રેખા અને અલ્પેશ ફરી મળીને શરીર સુખ માણતાં હતાં.
અલ્પેશને શંકા હતી કે, ઘરવાળા રેખાને ફરી પરણાવી દેશે તેથી અલ્પેશે પ્રેમિકા રેખા પર ભાગી જવા માટે દબાણ શરૂ દીધું હતું પણ રેખા ભાગી જવા માટે તૈયાર જ ન હતી. અલ્પેશે રેખાને 7 ડિસેમ્બરની સવારે કપાસના ખેતરમાં બોલાવી તેની સાથે શારીરિક સબંધ બાંધી ફરી તેને ભાગી જવા કહ્યું હતું. રેખાએ ઇન્કાર કરતા તેનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું. તેવી રીતે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યો હતો.