શોધખોળ કરો

Vadodara: પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બની ગયો યુવક, એરપોર્ટ પર આ રીતે ફૂટ્યો ભાંડો

વડોદરા: પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા યુવકો વિવિધ પ્રકારની યુક્તિઓ અજમાવતા હોય છે. ઘણીવાર તો કાયદાનું પણ ઉલ્લંઘન કરી બેશે છે. આવી જ ઘટના હાલમાં સામે આવી છે વડોદરા ખાતે. અહીં ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા યુવક નકલી પાયલોટ બની ગયો હતો.

વડોદરા: પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા યુવકો વિવિધ પ્રકારની યુક્તિઓ અજમાવતા હોય છે. ઘણીવાર તો કાયદાનું પણ ઉલ્લંઘન કરી બેશે છે. આવી જ ઘટના હાલમાં સામે આવી છે વડોદરા ખાતે. અહીં ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા યુવક નકલી પાયલોટ બની ગયો હતો. સોમવારે રાત્રે દિલ્હી જતી ફલાઇટમાં પાયલોટની ઓળખ આપી યુનિફોર્મમાં બોર્ડિંગ પાસ સાથે 20 વર્ષીય યુવક ઝડપાયો હતો. મુંબઇના વિલે પારલે ખાતે રહેતા 20 વર્ષીય રક્ષિત મંગેલાની પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે.

આ મામલે સામે આવેલી વિગતો અનુસાર એર ઇન્ડિયાના કર્મચારીને શંકા જતા સી.આઈ.એસ.એફ, પોલીસ, સેન્ટ્રલ આઈ.બી, સ્ટેટ આઈ.બી, એસ.ઓ.જી તેમજ ક્રાઈમ બ્રાન્ચે તેની ઘનિષ્ટ પૂછપરછ કરી હતી. જાસૂસ કે આતંકી હોવાની આશંકાએ પૂછપરછ કરાઈ હતી. ઝડપાયેલા યુવકે મુંબઇના ઇન્સ્ટિટ્યૂટમાં એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે ટ્રેનિંગ લીધી હતી. જોકે ત્યાં પ્લેનના ક્રુ મેમ્બર તરીકે 4 યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેમને ઈમ્પ્રેસ કરવા પાયલોટનો વેશ ધારણ કરતો હોવાનું તપા માં બહાર આવ્યું હતું. સી.આઈ.એસ.એફની ફરિયાદને પગલે હરણી પોલીસે એન.સી દાખલ કરી 177 કલમ મુજબ ખોટી માહિતી આપવાની પૂછપરછ બાદ તેને છોડી મુક્યો હતો.

નેધરલેન્ડની ગર્લફ્રેન્ડ પાસેથી ફ્લાઇટની ટિકિટ કરાવતો

તો બીજી તરફ પૂછપરછમાં યુવકે અનેક યુવતીઓ સાથે સંકળાયેલો હોવાનું અને હૈદરાબાદ ગયેલી યુવતી સાથે નજીકના સંબંધો હોવાનું જણાવ્યું હતું. જો કે, પૂરપરછ દરમિયાન આ સમગ્ર ઘટનાથી અજાણ યુવતીના મેસેજ પણ તે જ સમયે યુવકના ફોન સતત પર આવતા હતા. જે બાદ પોલીસે યુવક પાસે તેના ફોન મારફતે હૈદરાબાદની યુવતીને મેસેજ કરાવી પોતે પાઇલટ ન હોવાની માહિતી અપાવી હતી. પૂછપરછ દરમિયાન યુવકની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેણે ગ્રાઉન્ડ સ્ટાફની ટ્રેનિંગ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તેની નેધરલેન્ડની ગર્લફ્રેન્ડ પાસેથી પણ તે ફ્લાઇટની ટિકિટ કરાવતો હોવાની વિગતો બહાર આવી હતી. મુસાફરો ફ્લાઈટમાં પ્રવેશે તે પહેલાં તે યુનિફોર્મમાં અંદર જતો અને પાઇલટ સાથે તેમજ પ્લેન પાસેના ફોટા પાડી પોતાના મોબાઈલમાં રાખતો હતો. જેથી લોકોને લાગે કે તે પાયલટ છે. જો કે, તેની આ લીલા લાંબો સમય ન ચાલી અને આખરે તો પોલીસના હાથે ઝડપાઈ ગયો. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget