શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં 21 તબીબો કોરોના સંક્રમિત થતા ખળભળાટ, સતત વધી રહ્યા છે કેસ

વડોદરામાં કોરોનાના કેસ વધવાની સાથે હૉસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યામાં પણ વધી છે.

વડોદરા જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે. કોરોનાના વોરિયર્સ એવા ડોક્ટરો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા 21 તબીબો કોરોના સંક્રમિત થયા છે. તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. તબીબો કોરોના સંક્રમિત થતા અન્ય તબીબોની ચિંતા વધી છે. વડોદરામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.

વડોદરામાં કોરોનાના કેસ વધવાની સાથે હૉસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યામાં પણ વધી છે. કોવિડની સારવાર માટે કુલ 12 હજાર 148 બેડ પૈકી 8 હજાર 699 બેડ પર દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 3 હજાર 449 બેડ ખાલી છે. કોવિડ સારવાર માટે આઇસીયુના 2 હજાર 64માંથી 179 બેડ ખાલી છે. કોરોનાના 1 હજાર 885 દર્દીઓ અલગ અલગ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં સારવાર હેઠળ છે અને 3 હજાર 841 દર્દીઓ ઓક્સિજન પર છે. હજુ પણ 1 હજાર 362 દર્દીઓને ઓક્સિજન આપી શકાય તેવી સગવડ છે.

વડોદરામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થતા ઓએસડી વિનોદ રાવે હૉસ્પિટલોને આદેશ કર્યો છે. વેન્ટીલેટરની અછત ઉભી થતા કોર્પોરેટ હોસ્પિટલોને 50 ટકા સુધી આઈસીયુ અને વેન્ટિલેટર વધારવાના આદેશ આપ્યા છે. શહેરના ગંભીર દર્દીઓની સ્થિતિની સમિક્ષા કરી વિનોદ રાવે આ આદેશ કર્યો છે. જેથી 10થી વધુ કોર્પોરેટ હોસ્પિટલોને 50 ટકા બેડ આઈસીયુ અને વેન્ટિલેટર વાળા કરવા પડશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.   

રાજ્યમાં ગઈકાલે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15  ટકા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 28,  રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 6,   જાનમગર કોર્પોરેશમાં 4, ભરૂચમાં 3, જામનગરમાં 3, મોરબીમાં 3, રાજકોટમાં 3, વડોદરામાં 3, બનાસકાંઠામાં 2, ભાવનગરમાં 2, છોટા ઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 2, સુરતમાં 2, અમરેલીમાં 1, આણદંમાં 1, અરવલ્લીમાં 1, ભાવનગર કોર્પોરેસમાં 1, બોટાદમાં 1, ગાંધીનગર કોર્પોરેશમાં 1, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1, સાબરકાંઠામાં 1 મળી કુલ 117 લોકોને કોરોના ભરખી ગયો હતો.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 4207,  સુરત કોર્પોરેશનમાં 1879, રાજકોટ  કોર્પોરેશનમાં 663, સુરત-484,  વડોદરા કોર્પોરેશનમાં 426, મહેસાણા 418, જામનગર કોર્પોરેશન-279, બનાસકાંઠામાં 195, વડોદરામાં 189, ભરૂચમાં 169, પાટણમાં 145, ગાંધીનગર કોર્પોરેશનમાં 138, ભાવનગર કોર્પોરેશનમાં 124, કચ્છમાં 124, જાનનગરમાં 110, તાપીમાં 109, દાહોદમાં 105, ગાંધીનગરમાં 101, આણંદમાં 99, રાજકોટમાં 98, સુરેન્દ્રનગરમાં 98, અમરેલી 93, સાબરકાંઠામાં 94, ભાવનગરમાં 91, ખેડામાં 91, નવસારીમાં 87, નર્મદામાં 84, મહિસાગરમાં 75, વલસાડમાં 71, પંચમહાલમાં 67, જૂનાગઢ કોર્પેોરેશમાં 61, જૂનાગઢ 59, બોટાદ 57, ગીર સોમનાથ 53, અરવલ્લીમાં 52, અમદાવાદમાં 51, મોરબીમાં 51, દેવભૂૂમિ દ્વારકામાં 38, પોરબંદરમાં 33, છોટા ઉદેપુરમાં 25, ડાગમાં 10 મળી કુલ 11,403  કેસ નોંધાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Embed widget