શોધખોળ કરો

Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો

Vadodara: વડોદરા જિલ્લાના કરજણમાંથી એક રુંવાડા ઉભા કરી દે તેવી મોટી દુર્ઘટના બની છે.  કરજણ નેશનલ હાઈવે-48 પર આવેલા ટીંબા કંપની નજીક એક સીએનજી પંપ પર અચાનક પ્રચંડ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કરજણ CNG પંપ પર ગેસ લીકેજથી પ્રચંડ ધડાકો થયો.
  • વિસ્ફોટથી કારનો પાછળનો ભાગ ઉડી ગયો, અન્ય વાહનો ક્ષતિગ્રસ્ત.
  • એક વ્યક્તિ ઇજાગ્રસ્ત, ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થિતિ સંભાળી.
  • કાર ખાલી હોવાથી જાનહાનિ ટળી, ઘટનાની તપાસ ચાલુ.

Vadodara: વડોદરા જિલ્લાના કરજણમાંથી એક રુંવાડા ઉભા કરી દે તેવી મોટી દુર્ઘટના બની છે.  કરજણ નેશનલ હાઈવે-48 પર આવેલા ટીંબા કંપની નજીક એક સીએનજી પંપ પર અચાનક પ્રચંડ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પંપ પર ગેસ પુરાવા આવેલા એક ફોર-વ્હીલર વાહનમાં ગેસ લીકેજ થવાને કારણે આ જોરદાર ધડાકો થયો હતો.

અહીં જુઓ વીડિયો...Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો

અચાનક થયેલા આ ધડાકાને કારણે પંપ પર ભારે અફરાતફરી મચી ગઈ

નોંધનિય છે કે, આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કારનો મધ્ય અને પાછળનો ભાગ સંપૂર્ણપણે ઉડી ગયો હતો. કારમાં લગાવેલી સીએનજી ટેન્કના બે ટુકડા થઈ ગયા. ટેન્કનો એક ટુકડો પંપ પર જ પડ્યો હતો જ્યારે બીજો ટુકડો હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યો. આ ગંભીર બ્લાસ્ટની ઝપેટમાં આવવાથી તેની પાછળ ઉભેલા અન્ય બે વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. અચાનક થયેલા આ ધડાકાને કારણે પંપ પર ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ પણ વાંચો....Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો

પંપના CNG વિભાગને બંધ કરવામાં આવ્યો

તો બીજી તરફ આ ઘટના બાદ પંપના CNG વિભાગને બંધ કરવામાં આવ્યો છે.કરજણ ફાયરની ટીમે આ મામલે તપાસ શરુ કરી છે. બ્લાસ્ટની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને પંપ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સૌથી મોટી રાહતની વાત એ છે કે, જ્યારે કારમાં બ્લાસ્ટ થયો ત્યારે કોઈ વ્યક્તિ અંદર હાજર ન હતો જેથી જાનહાની ટળી. તમને જણાવી દઈએ કે,  નિયમ મુજબ CNG પુરાવતી વખતે મુસાફરો કારની બહાર ઊભા હોવાને કારણે કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ નથી, જેને પગલે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ સામે આવશે કે આખરે આ વિસ્ફોટ થવાનું કારણ શું હતું.                      

Frequently Asked Questions

વડોદરાના કરજણમાં કઈ ઘટના બની છે?

વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઈવે-48 પર આવેલા એક સીએનજી પંપ પર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ગેસ લીકેજ થવાને કારણે એક ફોર-વ્હીલરમાં આ ધડાકો થયો હતો, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો.

બ્લાસ્ટ થવાનું મુખ્ય કારણ શું હતું?

પંપ પર ગેસ ભરાવવા આવેલી એક ફોર-વ્હીલર વાહનમાં ગેસ લીકેજ થવાને કારણે આ જોરદાર ધડાકો થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કારનો મોટો ભાગ ઉડી ગયો.

આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે?

દુર્ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, બ્લાસ્ટ સમયે કારમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

ઘટના બાદ શું પગલાં લેવામાં આવ્યા?

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિને કાબૂમાં લીધી. પંપના CNG વિભાગને બંધ કરાયો છે અને તપાસ ચાલુ છે.

Advertisement

ટોપ સ્ટોરી

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
Embed widget