દાહોદઃ દીકરા-દીકરીને કૂવામાં નાંખી માતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા હાહાકાર
ખરોદા ગામે ચકચારી ઘટના સામે આવી છે. દીકરા દીકરીને કૂવામાં નાખી માતાએ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે. અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે.
દાહોદઃ ખરોદા ગામે ચકચારી ઘટના સામે આવી છે. દીકરા દીકરીને કૂવામાં નાખી માતાએ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે. અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગઈ કાલની રાત ઘટનામા પોલીસે મૃતદેહને પોસ્ટમોટર્મ કરી પરિજનોને સોંપાયો. ત્રણે એક સાથે આપઘાત કરતા વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Mahisagar : ટાયર ફાટતાં ઘઉં અને 14 મજૂરો સાથેનું પીકઅપ પલટી ગયું, લોકોએ કરી મૂકી ચીસાચીસ
મહીસાગરઃ લુણાવાડાના હાડોડ મહીસાગર નદી પરના નવીન બ્રિજ પાસે ઘઉંની બોરી અને મજૂરો ભરેલ પીકઅપ ડાલાનું ટાયર ફાટતા અકસ્માત નડ્યો હતો. હાડોડ નવા બ્રિજ પાસે મજૂર ભરેલી પિકપ ગાડી પલટતા 12 થી 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીકઅપ પલટી મારતાં મજૂરોએ ચીસાચીસ કરી મૂકી હતી. ઇજાગ્રસ્તોને 108ની મદદથી લુણાવાડા શહેરની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દહેગામથી મજુરી કરી અને ઘઉં લઈ મજૂરો દાહોદ વતન તરફ જઈ રહ્યા હતા. પુરઝડપે જઇ રહેલ પિકપડાલાનું ટાયર અચાનક ફાટ્યું. પિકઅપ ડાલાનું ટાયર ફાટતા ઘઉંની બોરી મજૂરો નીચે દટાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મજુરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો વધુ ઇજાગ્રસ્ત ચાર લોકો ને ગોધરા રીફર કરાયા. લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સુવિધાના અભાવે ઇજગ્રસ્તોને બાકડા પર તો કેટલા ઇજગ્રસ્તોને નીચે સુવડાવી રાખ્યા હતા.