શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપના ક્યા ધારાસભ્યે પક્ષના આદેશની ઐસીતૈસી કરીને પુત્રને કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ તરીકે ભરાવ્યું ફોર્મ ?
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ 15માં ભાજપમાંથી ટિકિટ ના મળતા દીપક શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ફોર્મ ભરશે.
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે. દીપકે હુંકાર કર્યો કે, હું ભાજપને હરાવીશ અને હું જ જીતીશ. વાઘોડિયાના ઘારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ફોર્મ ભરવાનું એલાન કરીને ભાજપ હાઈકમાન્ડને લીધો પડકાર ફેંક્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ 15માં ભાજપમાંથી ટિકિટ ના મળતા દીપક શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ફોર્મ ભરશે. દીપક શ્રીવાસ્તવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 2015માં વોર્ડ નંબર 15માંથી ભાજપની ટિકિટ પરથી જીત મેળવી હતી પણ ભાજપના નવા નિયમ પ્રમાણે પિતા પાસે પક્ષની જવાબદારી હોવાથી ટિકિટ નહીં મળે.
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પુત્ર દીપકનું પત્તુ કપાતાં નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પક્ષની યાદીમાં નામ ન હોવા છતાં પણ દીપક ભાજપ તરફથી ફોર્મ ભરશે. દીપકના સ્થાને ઉતારેલ ઉમેદવાર 302નો આરોપી હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો. પુત્ર કાર્યદક્ષ હોવા છતા પણ પત્તુ કપાતા પોતે નારાજ હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, હવે પાર્ટીમાં નવા માણસો આવ્યા છે અને પાર્ટીને સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે, એના વિશે તો વિરોધ નથી કરી શકતો. પણ એટલું તો કહી શકું કે થોડી નારાજગી છે. મારો દીકરો પહેલા અપક્ષ ચૂંટણી જીત્યો હતો. પછી ભાજપે ટિકિટ આપી તો વડોદરા શહેરમાં લીડ સૌથી વધુ અને ગુજરાતમાં બીજા નંબરે સૌથી વધુ લીડ હતી. તેને ટિકિટ ન મળતા હું નારાજ છું. બાકી હું તો ધારાસભ્ય છું અને ધારાસભ્ય રહેવાનો પ્રજાના આશીર્વાદ વડે, એમા કોઈ શંકાને સ્થાન નથી.
Ahmedabad : મોડી રાતે કોંગ્રેસે ઉમેદવારો કર્યા જાહેર, જાણો કયા દિગ્ગજોને કર્યા રિપિટ
મોદી સરકારે રેલવે મંત્રાલયમાં ક્લાર્કની નિમણૂકનો ઓફર લેટર કર્યો જાહેર ? જાણો શું કર્યો ખુલાસો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion