ગુજરાતના આ મોટા શહેરમાં 24 કલાકમાં કોરોનાના 5 દર્દીના મોતથી ખળભળાટ, 71 દર્દીની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર
વડોદરામાં સોમવારે કોરોનાના 69 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 66 દર્દીઓને સોમવારે કોરોના મુક્ત જાહેર કરીને રજા આપવામાં આવી હતી. હાલમાં 1052 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 71 દર્દીઓની હાલત ગંભીર છે અને વેન્ટિલેટર ઉપર રખાયા છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં વદારો થયો છે અને કોરાનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં વિતેલા 24 કલાક દરમિયાન કોરોનાના પાંચ દર્દીઓનાં કોરોનાના કારણે મોત થયાં હોવાનો દાવો ગુજરાતના ટોચના અખબારના અહેવાલમાં કરાયો છે. આ અહેવાલ પ્રમાણે મૃતકોમાં 35 વર્ષના યુવકનો પણ સમાવેશ થાય છે. વડોદરામાં સોમવારે કોરોનાના 69 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 66 દર્દીઓને સોમવારે કોરોના મુક્ત જાહેર કરીને રજા આપવામાં આવી હતી. હાલમાં 1052 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 71 દર્દીઓની હાલત ગંભીર છે અને વેન્ટિલેટર ઉપર રખાયા છે.
વડોદરામાં કોરોના ફરી બેકાબૂ બન્યો છે અને તંત્ર કોરોનાને કાબૂમાં લેવા હવાતિયાં મારી રહ્યાં છે. આ માહોલમાં વડોદરામાં રવિવારની સાંજથી સોમવારની સાંજ સુધીના 24 કલાકમાં કોરોનાના પાંચ દર્દીઓના મોત થયાં હતાં. આ દર્દીઓમાં મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા 35 વર્ષના શ્રમજીવી યુવક ઉપરાંત કારેલીબાગનાં 48 વર્ષના મહિલા, ન્યુ વીઆઇપી રોડનાં 68 વર્ષના વૃધ્ધ મહિલા, ગોત્રીના 52 વર્ષના આધેડ તથા ચોખંડી વિસ્તારના 66 વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે.
વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 25,504 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે અને તેમાંથી 24,647 દર્દીઓ સાજા થઇ ગયા છે. તો ૧૬૮ દર્દીઓ ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે. સત્તાવાર રીતે 242 દર્દીઓના મોત થયાં છે.