શોધખોળ કરો

Gujarat Election Live Update : વડોદરા એરપોર્ટ પર કેજરીવાલને જોતા જ યુવાનોએ લગાવ્યા મોદી મોદીના લાગ્યા નારા

આપના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. કેજરીવાલ વડોદરા એરપોર્ટ પહોંચી ગયા છે. એરપોર્ટથી ભાયલી રોડ સ્થિત ખાનગી હોટેલમાં પ્રેસ કોંફરન્સ સંબોધશે.

LIVE

Key Events
Gujarat Election Live Update : વડોદરા એરપોર્ટ પર કેજરીવાલને જોતા જ યુવાનોએ લગાવ્યા મોદી મોદીના લાગ્યા નારા

Background

Gujarat Election Live Update : આપના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. કેજરીવાલ વડોદરા એરપોર્ટ પહોંચી ગયા છે. એરપોર્ટથી ભાયલી રોડ સ્થિત ખાનગી હોટેલમાં પ્રેસ કોંફરન્સ સંબોધશે. પ્રેસ કોંફરન્સ બાદ વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે.

તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ સામે આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી એક ટ્વીટના કારણ રાજકારણ ગરમાયું છે. ઈસુદાન ગઢવીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે.

શું લખ્યું ઈસુદાન ગઢવીએ

ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર ભાજપે હવે કેજરીવાલ જીનો બરોડામાં કાર્યક્રમ ન થયા તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. ! કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે.

ઈસુદાન ગઢવી આ ટ્વીટ પર રિપ્લાય આપતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લખ્યું કે, વિરોધી પક્ષોને આ રીતે કાર્યક્રમો કરતા અટકાવવા યોગ્ય નથી. તમે તમારા પોતાના કાર્યક્રમો કરો, અન્ય તમામ પક્ષોને તેમના કાર્યક્રમો કરવા દો. જીત અને હાર ચાલુ રહે છે. લોકોને આ રીતે ધમકાવવા યોગ્ય નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી સીએમ તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાતો વધી રહી છે. દિલ્હી સીએમ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવશે.

આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરે વડોદરા આવશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા 21 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના દર્શન કરશે. જે બાદ તેઓ ગુજરાત યાત્રાની શરૂઆત કરશે. મનીષ સિસોદિયા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરશે.

પ્રિયંકા ગાંધી આવશે વડોદરા

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ મુલાકાતે આવી ગયા છે. 30 સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે. વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.

14:28 PM (IST)  •  20 Sep 2022

ભગવંત માનને પ્લેનથી ઉતારવાના મામલા માં ગોળ ગોળ જવાબ આપ્યો

ભગવંત માનને પ્લેનથી ઉતારવાના મામલા માં ગોળ ગોળ જવાબ આપ્યો.  ભગવંત માન 6 મહિના માં વીજળી મફત આપે છે તો બીજી સરકાર કેમ નથી આપતી. આ બધી પાર્ટી વિકાસ ની યોજના ની વાત નથી કરતી. ફક્ત કેજરીવાલ પાછળ પડી છે. અમારી સરકાર આવશે તો દોશીઓને જેલ મોકલીશું. હમણાં દારૂના ધંધા ચાલે છે. તે બંધ કરાવીશું. ગુજરાતમાં દારૂના રૂપિયા લઈ રહ્યા છે.

14:27 PM (IST)  •  20 Sep 2022

અમે ગુજરાત લોકોની મોંઘવારી હાવીશું

તેમણે ઉમેર્યું હતું કે, 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય.  આ બંને પાર્ટી મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે. અમે ગુજરાત લોકોની મોંઘવારી હાવીશું. વીજળી મફત આપીશું. સરકારી સ્કૂલ વધુ સારી આપીશું. આ વચન નો તેમને વાંધો છે . અમારો વિરોધ કરે છે.  કેજરીવાલ ચોર છે ભ્રષ્ટાચારી છે કહી રહ્યા છે. ફોરેસ્ટ ગાર્ડ, એલ.આર.ડી, શિક્ષક, ખેડૂત તમામ સરકાર સામે આંદોલન કરે છે. તેમના તમામ મુદ્દાનું અમે સમાધાન કરીશું.  એક્સ આર્મી મેન ના અધિકાર આપો. ચંદીગઢ યુનિવર્સિટી નો મામલો બહુત દુઃખ દાયક. અમે તેમને સજા આપીશું.

14:23 PM (IST)  •  20 Sep 2022

ઓલ્ડ પેન્શન સ્કીમ ની તેઓ માંગ કરે છે

કેજરીવાલે કહ્યું કે, સરકારી કર્મચારી દુઃખી. ઓલ્ડ પેન્શન સ્કીમ ની તેઓ માંગ કરે છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને કહ્યું તમે સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત છે. નહીં કરે તો અમે સત્તા પર આવતા જ સ્કીમ લાગુ કરીશું.

13:39 PM (IST)  •  20 Sep 2022

કેજરીવાલને જોતા જ યુવાનોમાં મોદી મોદીના લાગ્યા નારા

વડોદરા એયરપોર્ટ પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આગમન. કેજરીવાલને જોતા જ યુવાનોમાં મોદી મોદીના લાગ્યા નારા. યુવાનાને કહ્યું ગુજરાતનો વિકાસ મોદીએ કર્યો છે ગુજરાતમાં આપની સરકાર નહીં. એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલની એન્ટ્રી પડતા જ ફિયાસ્કો. રવિશંકર મહારાજ ના ભક્તોએ મોદી મોદીના નારા લગાવ્યા. આપના કાર્યકરોએ કેજરીવાલના  નારા લગાવ્યા. આપના અગ્રણીઓ કેજરીવાલને કારમાં બેસાડીને રવાના. મોદી મોદીના નારા લગાવનાર લોકોએ કહ્યું મોદી જ વિકાસ કરે

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Embed widget