Gujarat Elections 2022 : મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા બળવાના મૂડમાં, અપક્ષ લડવાની કરી જાહેરાત
મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા બળવાના મૂડમાં છે. વાઘોડિયા બેઠક પર નવા જૂનીના એંધાણ છે. 50 થી 60 લોકોને બોલાવી મધુ શ્રીવાસ્તવે શક્તિ પ્રદર્શન કર્યું હતું.
વડોદરા: મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા બળવાના મૂડમાં છે. વાઘોડિયા બેઠક પર નવા જૂનીના એંધાણ છે. 50 થી 60 લોકોને બોલાવી મધુ શ્રીવાસ્તવે શક્તિ પ્રદર્શન કર્યું હતું. મધુ શ્રીવાસ્તવ કાર્યકરોના નામે અપક્ષ ઉમેદવારી કરી શકે છે. મધુ શ્રીવાસ્તવ આવતીકાલે પોતાનો મત જાહેર કરશે.
મધુ શ્રીવાસ્તવે ફરી બેફામ નિવેદનો કર્યા છે. તેમણે કહ્યું, કાર્યકર્તા કહેશે તો અપક્ષ ચૂંટણી લડીશ. ભાજપ પોતાનો નિર્ણય પરત ખેંચશે તો ભાજપમાંથી લડીશ. સામે કોઈ પણ પક્ષનો ઉમેદવાર હોય તે હારશે. હું સૌથી પહેલા અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો હતો. ભાજપ કોંગ્રેસ સહિત તમામ પક્ષના જેટલા વોટ આવ્યા તેના કરતાં 10 હજાર વધુ મત હું લાવ્યો હતો. મને પાર્ટીએ સેન્સ પ્રક્રિયામાં બોલાવી ફોર્મ ભરાવડાવ્યું હતું. બાદમાં મને ટિકિટ ન આપતા કાર્યકરો નારાજ છે. મને ભાજપે પહેલા જ કહ્યું હોત તો હું ફોર્મ ન ભરત. આવતીકાલે મધુ શ્રીવાસ્તવ આજના નિવેદનથી પલ્ટી મારી શકે.
કૉંગ્રેસની બીજી યાદી જાહેર થશે
ગુજરાતમાં તમામ પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે આજે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ સાથે જ કૉંગ્રેસ પણ એક્શન મોડમાં છે. આજે રાત સુધી કૉંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે છે. કૉંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે કૉંગ્રેસની બીજી યાદી આજે રાત્રે જાહેર થવાની શક્યતા છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ ચૂંટણીમાં ઝંપલાવે તેવુ અનુમાન છે.
દિગ્ગજ નેતાઓ લડશે ચૂંટણી
કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ગુજરાતના તમામ સિનિયર નેતાઓને ચૂંટણી લડવા સૂચના આપી હોવાની માહિતી સામે આવી છે. ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ, દીપક બાબરીયા, મધુસૂદન મિસ્ત્રી અથવા તેમના પત્ની ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત રાજ્યસભાની સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ ચૂંટણી લડી શકે છે.
Gujarat BJP Candidates 2022 List: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને કઇ બેઠક પરથી આપી ટિકિટ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામથી ભાજપે ટિકિટ આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે. 69 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 38ના પત્તા કાપવામાં આવ્યા છે.