શોધખોળ કરો
વડોદરના કયા ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસ્યા, લોકોમાં જોવા મળ્યો ફફડાટ
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી વડસર ગામમાં ઘૂસ્યા છે. વડસર પાસે આવેલા કાંસા રેસીડેન્સીમાં નદીના પાણી ઘૂસ્યા છે. ફાયર બ્રિગેડએ કાંસા રેડિડેન્સીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું
![વડોદરના કયા ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસ્યા, લોકોમાં જોવા મળ્યો ફફડાટ In which village of Vadodara did the water of Vishwamitri river penetrate? વડોદરના કયા ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસ્યા, લોકોમાં જોવા મળ્યો ફફડાટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/01160846/River.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઉપરવાસના વરસાદ વડોદરા માટે આફત બની શકે છે. વડોદરામાં પ્રતાપપુરા અને આજવા સરોવરની ઉપરવાસના વરસાદના કારણે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સપાટીથી ખૂબ નજીક છે. ત્યારે વિશ્વામિત્રી નદીના પાણી વડસર ગામમાં ઘૂસ્યા છે જેને લઈને લોકોમાં ફફટાડ જોવા મળ્યો હતો.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી વડસર ગામમાં ઘૂસ્યા છે. વડસર પાસે આવેલા કાંસા રેસીડેન્સીમાં નદીના પાણી ઘૂસ્યા છે. ફાયર બ્રિગેડએ કાંસા રેડિડેન્સીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને તેમને બહાર કાઢ્યા હતાં. 12 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. ફસાયેલા લોકોએ તંત્ર પાસે મદદ માગી હતી જ્યારે હજુ પણ કાંસા રેસીડેન્સીમાં લોકો ફસાયેલા છે.
હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 25.25 ફૂટ છે. જ્યારે ભયજનક સપાટી 26 ફૂટ છે. વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ઘૂસવાના શરૂ થયા છે તો પાણીની સતત આવકના કારણે આજવા સરોવરનું રૂલ લેવલ જાળવવા માટે વિશ્વામિત્રિ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. જેને લઈને નદી કાંઠાના લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. વિશ્વામિત્રી નદીની સપાટી 25.25 ફૂટ પર પહોંચી છે જ્યારે ભયજનક સપાટી 26 ફૂટ છે. ત્યારે આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)