શોધખોળ કરો
Vadodra: ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર અને સમર્થકોની ગુંડાગર્દી, ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરી
વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવ ભાજપના જ કાર્યકર્તા સામે દબંગાઈ પર ઉતરી આવ્યા હતા.
![Vadodra: ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર અને સમર્થકોની ગુંડાગર્દી, ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરી Madhu Srivastava's son and supporters Sabotage in the office election official's Vadodra: ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર અને સમર્થકોની ગુંડાગર્દી, ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/08230807/Vadodra.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરા: વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવ ભાજપના જ કાર્યકર્તા સામે દબંગાઈ પર ઉતરી આવ્યા હતા. દિપક શ્રીવાસ્તવના ગુસ્સાનું કારણ હતું ભાજપના કાર્યકરની વાંધા અરજી. પહેલા ત્રણ સંતાનોને લઈ વાંધા અરજી કરાઈ બાદમાં ભાજપના જ કાર્યકર્તાએ બીજી વાંધા અરજી કરી કે તેને ચાર પ્રોપર્ટીનો ટેક્સ ભરપાઈ નથી કર્યો.
ભાજપના કાર્યકરે વાંધો ઉઠાવ્યો તેમાં ન માત્ર દિપક શ્રીવાસ્તવ પણ તેના સમર્થકો પણ દાદાગીરી પર ઉતરી આવ્યા અને ચૂંટણી અધિકારીના રૂમનો કાચ પણ તોડી નાંખ્યો હતો. દિપક શ્રીવાસ્તવના સમર્થકોની દાદાગીરીના પગલે ચૂંટણી અધિકારી દિપ્તી રાઠોડની ઓફિસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કેસમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.
અહીં સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે પુત્રને અપક્ષમાં મેદાનમાં ઉતારનારા મધુ શ્રીવાસ્તવ સામે ભાજપ કેમ કાર્રવાઈ કરતું નથી. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ અગાઉ અનેક વિવાદો કરી ચૂક્યા છે પરંતું કોણ કાર્યવાહી કરવામાં બચાવી રહ્યું છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)