શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ પૂજા કરવા જતાં મહાકાલી માતાજી મંદિરના પૂજારીનું અકસ્માતમાં મોત, પાદરામાં અરેરાટી
વહેલી સવારે પૂજારી મંદિરની પૂજા કરવા માટે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારે મંદિરના દ્વાર પાસે જ ટેન્કર ચાલકે તેમને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
વડોદરાઃ શહેરના વડોદરા-પાદરા હાઈવે પર ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતાં પાદરાના મહાકાળી માતાજીના મંદિરના પૂજારીનું મોત થયું છે. પૂજારીના મોતને કારણે સમગ્ર પાદરામાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, વહેલી સવારે પૂજારી મંદિરની પૂજા કરવા માટે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારે મંદિરના દ્વાર પાસે જ ટેન્કર ચાલકે તેમને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મહાકાળી માતાજીનું મંદિર પાદરાના મુખ્ય દ્વાર પાસે આવેલું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement