શોધખોળ કરો

Panchmahal : યુવકની હથિયારના ઘા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?

ગોધરાના હયાતની વાડી વિસ્તારના રહેવાસી મોહમ્મદ હનીફ બદામ નામના ઇસમની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. મૃતકના શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા છે. 

પંચમહાલ : ગોધરા તાલુકાના બેટીયા ગામ પાસેના જંગલ વિસ્તારમાંથી હત્યા કરાયેલ યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.  ગોધરાના હયાતની વાડી વિસ્તારના રહેવાસી મોહમ્મદ હનીફ બદામ નામના ઇસમની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. મૃતકના શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા છે. 

યુવક ગઈ કાલ સાંજના સમયથી ગુમ થયો હતો. યુવક ગુમ થયો હોવાને લઈને તેની ભાળ મેળવવા માટે પરિજનોએ સોશિયલ મીડિયાની પણ મદદ લીધી હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવકની કોણે અને કેમ હત્યા કરી તે જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી હત્યાનું કારણ જાણવા મળી શકે છે. 

અન્ય એક ઘટનામાં, સુરતના લીંબાયતમાં 3 શખ્સોએ યુવાનની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ હત્યા કેસમાં પ્રેમપ્રકરણ હોવાની પોલીસને આશંકા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી એકની અટકાયત કરી લીધી છે. વિધવા માતા સાથે રહેતા મૂળ નવસારીના યુવાનની હત્યા કરવામાં આવી છે. 

લિંબાયતના મારુતિનગરમાં ધર્મેશ (ઉં.વ.24)ની હત્યા થઈ જતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગુરુવારે રાત્રે બનેલી હત્યાની ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસે આરોપીઓની ઓળખ અને હત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. ધર્મેશ ત્રણ મહિના પહેલા જ મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો. માતાના કલ્પાંતથી પોસ્ટ મોર્ટમ રૂમ બહાર કરૂણ દ્રશ્યો સર્જાયાં હતાં.

મૃતકની માતા સંગીતાબેન ઈશ્વરભાઈ બોરડે વિધવા છે, જ્યારે તેમનો દીકરો કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પિતાના અવસાન બાદ તમામ જવાબદારી ધર્મેશે ઉપાડી લીધી હતી. ત્રણ મહિના પહેલા જ મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો. ગુરુવારે રાત્રે પરિવાર સાથે ભોજન કર્યા બાદ ઘર બહાર નીકળ્યો હતો.

તેમણે રાતે દીકરાને ફોન કરીને બોલાવ્યો હતો. આ સમયે તેણે આવું જ છું, તેમ કહ્યું હતું. જોકે, રાતે 10.30 વાગ્યે દીકરા પર હુમલો થયો હોવાના સમાચાર મળતા તેમના હોશ ઉડી ગયા હતા. એટલું જ નહીં, દીકરાની હત્યા થયાનું જણાતા જ તેઓ ભાંગી પડ્યા હતા અને કલ્પાંત કરી મૂક્યો હતો. જેને કારણે પોસ્ટ રૂમ બહાર કરુણ દ્રશ્યો સર્જાયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
Embed widget