(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Assembly Elections: ભાજપના ધારાસભ્યનો વાણી વિલાસ, વિપક્ષને આપી ખુલ્લી ધમકી
Gujarat Assembly Elections: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પોતાના વિવાદસ્પદ નિવેદનો માટે જાણીતા છે. હવે વધુ એક વખત બીજેપી નેતાનો વાણી વિલાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
Gujarat Assembly Elections: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પોતાના વિવાદસ્પદ નિવેદનો માટે જાણીતા છે. હવે વધુ એક વખત બીજેપી નેતાનો વાણી વિલાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જરોદ ખાતે યોજાયેલ ગૌરવ યાત્રા સન્માન સમારંભમાં વિપક્ષને તેમણે ખુલ્લેઆમ ધમકી આપી છે. એટલું જ નહીં તેમણે મીડિયા વિશે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મીડિયાને જે છાપવુ હોય તે છાપે અને જે લખવું હોય તે લખે. તેમણે કહ્યું કે, ભાજપના તમામ કાર્યકરો માટે કેતન ઢાલ બનીને ઊભો રહેશે.
નોંધનીય છે કે, સાવલીના 50 જેટલા લોકોની બાઇક સાવલી પોલીસે ઝડપ્યા બાદ મીડિયાએ રિપોર્ટ બતાવતા વાણી વિલાસ કર્યો હતો. કેતન ઇનામદારે જ સેખી મારી હતી કે રાજ્યમાં કોઈની પણ બાઇક ચાલકને પોલીસ રોકશે નહીં, લાસન્સ પણ બતાવવાની જરૂર નથી. વિપક્ષે પ્રેમથી ચૂંટણી લડવી નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તેવી ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં રાજકીય આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપ અમારી દિવાળી બગાડશે તો એમની દેવ દિવાળી બગડશે: મોગજીભાઈ ચૌધરી
Arbuda Sena Mahasamelan: બનાસકાંઠા જિલાના પેછડાલ ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું મહાસંમેલન મળ્યું હતું. જિલ્લામાં પાંચમા સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં ચૌધરી સમાજના આગેવાનોએ નિર્ણય કર્યો કે આગામી 30મી તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજી વિધાનસભાની ચૂંટણીની રાહ નક્કી કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામમાં અર્બુદા સેના ગુજરાતના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં બાઈક રેલી અને મહાસંમેલન મળ્યું હતું. સમાજનું પ્રતિક પાઘડીની ઉપસ્થિતિમાં આયોજિત ચૌધરી સમાજના આ મહાસંમેલનમાં બનાસકાંઠા સહિત 4 જિલ્લાના ચૌધરી સમાજના આગેવાન અને મહિલા હાજર રહ્યા હતા. અર્બુદા સેનાના મહાસંમેલનમાં દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, આપના દિયોદર વિધાનસભા ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી, આપના ડીસા વિધાનસભાના ઉમેદવાર રમેશ ચૌધરી સહિત અર્બુદા સેનાના આગેવાનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતાં. ભાજપની ગોરવયાત્રા પર પ્રહારો કર્યા હતા અર્બુદા સેનાના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સરદાર પટેલે ચીમકી ઉચારી હતી કે વિપુલ ચૌધરીને છોડવામાં નહિ આવે તો અમે ભાજપના રાજકીય કાર્યક્રમોનો વિરોધ કરીશું.
અર્બુદા સેના બનાસકાંઠાની પાંચ સીટો પર અસર કરી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ભાજપ પાસે નવમાંથી માત્ર બે જ સીટો છે અને પાંચ સીટો કોંગ્રેસ પાસે છે. આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અર્બુદા સેના ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. ડીસાના પેછડાલ ગામે અર્બુદા સેનાના મહાસંમેલનમાં આગામી 30 તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાવવાનું આહવાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી 2 લાખ લોકો મહાપંચાયતમા હાજરી આપશે. મહાપંચાયતમા 2022ની વિધાનસભાની રાહ નક્કી કરાશે. જોકે ભાજપ અમારી દિવાળી બગાડશે તો એમની દેવ દિવાળી બગડશે તે નક્કી છે. તેવુ નિવેદન મોગજીભાઈ ચૌધરીએ આપ્યું હતું.
રમેશ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા
તો બીજી તરફ ડીસા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રમેશ પટેલે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, વિપુલ ચૌધરીને મુક્ત કરાવવા માટે 20મી તારીખે મુકેલ બેલ ઉપર નિર્ણય કરવામાં આવશે. 45 દિવસમાં ભાજપના ગરબા ઘરે આવે તેવું નિવેદન પણ આપ્યું હતું અને આડકતરી રીતે માજી બુટલેગરોને જેલમાં ધકેલવાનું નિવેદન પણ આપવામાં આવ્યું હતું.