શોધખોળ કરો

કયા સ્વામિનારાયણ સાધૂના શંકાસ્પદ મોતના આક્ષેપ થતાં અંતિમવિધિ અટકાવાઇ, જાણો શું અપાયો આદેશ?

સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ રીતે નિધન થયું છે. ત્યારે તેમની અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી છે. સ્વામીના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

વડોદરાઃ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ રીતે નિધન થયું છે. ત્યારે તેમની અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી છે. સ્વામીના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. કેટલાક હરિભક્તોએ સ્વામીના મૃત્યુને લઈને તપાસની માંગ કરી છે. નોંધનીય છે કે, તેમનું નિધન થતાં અંતિમ ક્રિયા કરવામાં આવી રહી હતી. જોકે, અત્યારે તેમની અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી છે. 

ગુણાતીત સ્વામીના શંકાસ્દ મોત મામલે સંજય ચૌહાણ અને સુજીત પટેલ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી હતી. તેમણે અરજી કરી હતી કે, ગુણાતીત સ્વામીનું અચાનક મૃત્યુ થયું છે. આ સંત સ્વસ્થ હતા ને અચાનક મૃત્યુ થયું છે. એટલે અમને આશંકા છે. મૃત્યુ બાબતમાં અમારી પ્રાર્થના છે કે, આપ પેનલ પોસ્ટમોર્ટમ કરાવો. કારણ કે, ત્યાં તાત્કાલિક અંતિમ સંસ્કાર વિધી કરી રહ્યા છે  તો આપ તપાસ કરાવો ને પેનલ પોસ્ટમોર્ટમ કરાવો એવી વિનંતી.

બીજી તરફ કયા કારણોસર ગુણાતીત સ્વામીનું નિધન થયું તે ચર્ચાનો વિષય બન્યો છે. ગુણાતીત સ્વામીના મૃત્યુ મામલે અનેક તર્ક-વિતર્કો ભક્તોમાં ચર્ચાઈ રહ્યા છે.  જોકે, સૂત્ર કહી રહ્યા છે કે મોડી રાત્રે હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે. કયા કારણોસર નીપજ્યું મોત તે તપાસનો વિષય છે. ગુણાતીત ચરણદાસ ગુરુહરિપ્રસાદ દાસ ( ઉં - 69 વર્ષ) છેલ્લા 40 વર્ષથી સાધુ હતા. સૌથી પહેલા જાણ પ્રભુપ્રિય સ્વામીને થયેલ. મરણનો સમય સાત વાગ્યાની આસપાસ હોવાનું જણાવાઈ રહ્યું છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ રીતે નિધન થતાં કેટલાક હરિભક્તો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમજ સ્વામીના મૃત્યુ મામલે તપાસની માંગ કરી છે. ભક્તોનો આક્ષેપ ગુણાતીત સ્વામી મામલે તપાસ થાય તો વધુ વિગતો બહાર આવી શકે.

ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા
કચ્છઃ ગુજરાતમાં એક જ દિવસમાં 4-4 હત્યાના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કચ્છ ભચાઉમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ભચાઉના વોધ ગામના છાડવારા સીમમાં ડબલ મર્ડરની ઘટના બની છે. પતિએ જ કરી પત્ની અને બાળકની હત્યા કરી નાંખી હતી. શ્રમિક પરીણિત મહિલા સહિત એક માસના બાળકની કરવામાં હત્યા આવી છે. હત્યાનું કરણ અંકબંધ છે. ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતમાંસચિન GIDC વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી છે. પાંચ વર્ષના બાળકની સામે માતાએ પિતાને ગળે ફાંસો આપી હત્યા કરી. પતિએ બીજા લગ્નની જીદમાં અને તેને લઈ  થતાં ઘર કંકાસમાં હત્યાને અંજામ આપ્યો. સચિન GIDC પોલીસે હત્યારી પત્નીની અટકાયત કરી લીધી છે. અન્ય એક હત્યાના બનાવની વાત કરીએ તો રાંદેર વિસ્તારમાં મોડી રાત્રે વ્યાજખોર રવિએ સલિમ કાલિયાની કરી હત્યા. અંદત અદાવતમાં હત્યા કરી. સલીમ નામનાં યુવકની હત્યા કરી. મોરા ભાગળ ચાર રસ્તા પાસે હત્યા કરી. બીજો એક વ્યક્તિ પણ ગંભીર છે. હુમલો કારનાર બે પકડાયા હોવાની વાત સામે આવી રહી છે 

ગઈ કાલે બનાસકાંઠામાં વાવના પ્રતાપપુરા નજીક પ્રેમીએ પ્રીમિકાની હત્યા કરી પોતે આત્મ હત્યા કરવાનો કર્યો પ્રયાસ. યુવકના લગ્ન નજીક આવતા પ્રેમિકા સાથે મોતને વ્હાલું કરવા ઘટનાને અંજામ આપ્યો. પ્રેમીકાની હત્યા કર્યા બાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે થરાદ સિવિલ હોસ્પીટલ ખાસેડાયો. સમગ્ર ઘટનાની જાણ થતા વાવ પોલીસે હાથ ધરી વધુ તપાસ.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Embed widget