Vadodra: વડોદરામાં બેકાબૂ ટેન્કર ટોલ પ્લાઝામાં ધૂસી જતા મચી ગઈ અફરાતફરી
અચાનક બ્રેક ફેઈલ થતા, ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ટેન્કર ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયું હતું. ઓફિસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરા: વડોદરાના કરજણ નેશનલ હાઇવે પર આવેલા ટોલ પ્લાઝા પર પેટ્રોલ ભરેલુ એક ટેન્કર વડોદરાથી ભરૂચ તરફ જઈ રહ્યું છે. અચાનક બ્રેક ફેઈલ થતા, ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ટેન્કર ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયું હતું. ઓફિસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
કાંચની દીવાલ તોડી આખુ ટેન્કર ઓફિસમાં અંદર ઘૂસી જતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. એક શખ્સ દરવાજો ખોલી બહાર જ આવી રહ્યો હતો ત્યાં સામેથી આવતા ટેન્કરની જોઈ તે ભાગ્યો અને બચાવ થયો. જ્યારે અન્ય એક કર્મીને પગમાં ઈજા પહોંચી છે. અકસ્માત બાદ ટેન્કર મૂકી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ટેન્કરમાં પેટ્રોલ હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે.
Gujarat Election Result 2022: સટ્ટાબજારમાં હાર્દિકની જીતનો કેટલો છે ભાવ ? જાણો કઈ બેઠક પર ભાજપની જીત છે મુશ્કેલ
ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવવાના છે, જો કે તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પક્ષોની જીત અને હારની આગાહી કરી રહ્યા છે. ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે.
મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.
સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની શક્યતા છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક , અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે. આ ઉપરાંત સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા છે.
બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠક પર કાંટાની ટક્કરની વચ્ચે મોટો સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા , મહેસાણા , ઊંઝા , માણસા , ઈડર , મોરબી , રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી છે. સટ્ટોડીયાઓને પાટણ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત બેઠક માની રહ્યા છે.