શોધખોળ કરો
Advertisement
હાલોલ બાયપાસ રોડ પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, ત્રણ મિત્રોનાં ઘટનાસ્થળે જ મોત
ગોધરાથી વડોદરા તરફ સાંજે 7 વાગ્યાની આસપાસ જઈ રહેલી સ્વીફ્ટ કારમાં પાંચ મિત્રો જઈ રહ્યા હતા તે દરમિયાન દાવડા ગામ આ અકસ્માત સર્જાયો હતો.
હાલોલ: ગોધરા-હાલોલ બાયપાસ રોડ પર દાવડા ગામના પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં હાલોલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ બંનેને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. અકસ્માત બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ગોધરાથી વડોદરા તરફ સાંજે 7 વાગ્યાની આસપાસ જઈ રહેલી સ્વીફ્ટ કારમાં પાંચ મિત્રો જઈ રહ્યા હતા. તેઓ જ્યારે દાવડા ગામ પાસે પહોંચ્યા ત્યારે ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કુરચો બોલી ગયો હતો.
અકસ્માતમાં છોટુભાઈ મિસ્ત્રી, રુત્વિક પટેલ, અને વીરેન્દ્ર વર્માનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં મોત નિપજેલા તમામ યુવાનો હાલોલ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલોલ પોલીસે આ મામલે અકસ્માત નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. આ અકસ્માતના પગલે હાલોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ હોસ્પિટલમા મોકલી આપ્યા હતાં. હાલોલ પોલીસે આ મામલે અકસ્માત નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement