Vadodara: પેન ડ્રાઇવ આપવાના બહાને વિદ્યાર્થીનીને બોલાવી, ગોત્રી મેડિકલ કોલેજની છત પર આચર્યું સૃષ્ટિ વુિરુદ્ધનું કૃત્ય
Vadodara: વડોદરામાં મેડિકલના સિનિયર વિદ્યાર્થીએ જૂનિયર વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના બની હતી
Vadodara: વડોદરામાં મેડિકલના સિનિયર વિદ્યાર્થીએ જૂનિયર વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ગોત્રી મેડિકલ કોલેજની છત પર આરોપી નિર્ભય જોષી નામના વિદ્યાર્થીએ પેન ડ્રાઇવ આપવાના બહાને બોલાવીને વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદના આધારે પોલીસે ગાંધીનગરના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. પોલીસે નિર્ભય જોષીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગર્લફ્રેન્ડ બનવા કરતો હતો દબાણ
ફરિયાદ અનુસાર, આરોપી નિર્ભયે પીડિતાને રેકોડિંગની પેન ડ્રાઇવ આપવાના બહાને ગોત્રી મેડિકલ કોલેજની છત પર રાત્રે બોલાવી હતી અને તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. નિર્ભય જોષી ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસનો વિદ્યાર્થી છે. નિર્ભયે છેલ્લા કેટલાક દિવસોથી સુરતની 19 વર્ષની જૂનિયર વિદ્યાર્થિનીને રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને ગર્લફ્રેન્ડ બનાવવા માટે દબાણ કરતો હતો.
નિર્ભયે ગત 15મી માર્ચે રાત્રે વિદ્યાર્થિનીને રેકોર્ડિંગની કોપીવાળી પેન ડ્રાઇવ લેવા માટે ગોત્રી મેડિકલ કોલેજની છત પર બોલાવી હતી. ત્યારબાદ નિર્ભયે વિદ્યાર્થિની સાથે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધ કર્યું હતું. ગોરવા પોલીસે પીડિતાની ફરિયાદને આધારે નિર્ભય પ્રકાશભાઇ જોષીના વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
જાનથી મારી નાખવાની આપી ધમકી
આરોપી નિર્ભય પ્રકાશભાઇ જોષી ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે. મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોષી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી.
બે દિવસ પહેલા આરોપી નિર્ભય જોષીએ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાં હતા અને જબરદસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હતું અને કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થિનીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નિર્ભય જોષી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ગોરવા પોલીસે કલમ 376, 377, 306(2)હેઠળ ગુનો નોંધીને આરોપી નિર્ભય જોષીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરીને તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતી. ગોરવા પોલીસે કહ્યું કે આરોપી સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.