Vadodara: શિક્ષક પરિવાર સાથે ભેદી સંજોગોમાં ગુમ, પોલીસે હાથ ધરી તપાસ
કપુરાઈ ચોકડી પાસેના કાન્હા આઇકોનમાં રહેતો શિક્ષક પરિવાર સાથે ભેદી સંજોગોમાં ગુમ થયો છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલ જોશી, પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરિબેન ગુમ થયા છે.
વડોદરાઃ કપુરાઈ ચોકડી પાસેના કાન્હા આઇકોનમાં રહેતો શિક્ષક પરિવાર સાથે ભેદી સંજોગોમાં ગુમ થયો છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલ જોશી, પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરિબેન ગુમ થયા છે. મૂળ ભાવનગરના દુધાળા ના વતની રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારક હોટલ સંચાલક નિરવભાઈની પોલીસે પૂછપરછ કરી છે.
રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી. રાહુલ જોશીના ભાઈ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસ મથકે અરજી આપી. પોલીસે તપાસ હાથ ધરી છે.
Valsad : બે યુવકોએ નદીમાં ઝંપલાવી દેતા ચકકાર, ઘટનાસ્થળેથી કપડા-બાઇક મળ્યા
Valsad : પારડીમાં પાર નદીના પુલ પરથી બે યુવાનોએ નદીમાં ઝંપલાવતા ચકચાર મચી ગઈ છે. ઘટના સ્થળેથી બે જોડી કપડાં બુટ સેન્ડલ અને બાઈક મળી આવ્યા છે. એક યુવકની ઓળખ થઈ અન્ય યુવકની ઓળખ બાકી છે. પ્રદીપ રામુભાઈ કોળી પટેલ (રહેવાસી પારડી પોણિયા રોડ) હોવાની ઓળખ થઈ છે. યુવકોની શોધખોળ શરૂ કરાઇ છે.
મોટી સંખ્યામાં પારડી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પારડીના માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટના તરવૈયાઓની મદદ લેવાઈ રહી છે.
Surat Crime : યુવકને ચોર સમજીને કરી નાંખી હત્યા, હત્યારા સીસીટીવીમાં કેદ
સુરતઃ સુરત શહેરમાં હત્યાનો સીલસીલો યથાવત છે. અમરોલી વિસ્તારમાં એક યુવકને ચોર સમજી માર મારી હત્યા કરી દેવામાં આવી છે. યુવકને મારી મારી ફેંકી દેવામાં આવ્યો હતો. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં સમગ્ર ખુલાસો થયો છે. તમામ હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે. અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
PFIની પરેડનું ગુજરાત કનેક્શન? અટકાયત કરાયેલા લોકોની એટીએસ તપાસ હાથ ધરી
અમદાવાદઃ ગુજરાત ATS એ અમદાવાદ , સુરત , નવસારી અને બનાસકાંઠાથી 15 લોકોની અટકાયત કરી હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. અટકાયત કરાયેલા લોકોના કનેક્શન વિદેશમાં બેઠેલા કેટલાક લોકો સાથે જોડાયેલા હોવાની શંકા સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. PFIની પરેડમાં ગયેલા કે નહીં તેની ATSએ તપાસ હાથ ધરી હોવાનો સૂત્ર દાવો કરી રહ્યા છે.
જોકે ગુજરાતમાં PFI સક્રીય નથી પણ તેની સમર્થક SDPI પાર્ટી સાથે કનેક્શન અંગે પણ તપાસ થઈ રહી હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે.