શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: યુવતી બિમાર પતિને કિડની આપે એ પહેલાં અકસ્માતમાં થયું મોત, કોને કિડની આપીને ગઈ ?
બ્રેનડેડ જાહેર કરાયા બાદ લીવર તથા બે કિડની મળીને ત્રણ અંગોનુ દાન કરનાર તૃપ્તીબેનના પતિ ભાવેશકુમારની બન્ને કિડની ખરાબ છે.
વડોદરાઃ વડોદરામાં બ્રેઈન ડેડ જાહેર કરાયેલ એક મહિલાના પરિવારની ઇચ્છા મુજબ બે કિડની અને લીવરનું અંગદાન કરવામાં આવ્યું છે. મહિલાના ત્રણ અંગોને વડોદરાથી અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે મોકલવામાં આવ્યા છે.
અંકલેશ્વર ખાતે જીઆઇડીસી વિસ્તારમાં પારિતોષ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશકુમાર અપરનાથના પત્ની તૃપ્તીબેન (ઉ.૩૪) ગત તા.૪ ફેબુ્રઆરી ગુરૃવારે સવારે સ્કૂટી લઇને જતા હતા ત્યારે કોઈ ફોર વ્હિલતે તેમને ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બાદમાં તેને સારવાર માટે વડોદરા ખસેડાયા હતા. અહીં તેને ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. જોકે તેમના અંગો કામ કરતાં હોવાથી તેમના પતિની ઇચ્છાથી ઓર્ગન ડોનેશનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ મામલે ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ તરત જ કાર્યવાહી શરૂ કરી હતી અને મોડી સાંજ સુધઈમાં તેમની બે કિડની અને લીવરને અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
બ્રેનડેડ જાહેર કરાયા બાદ લીવર તથા બે કિડની મળીને ત્રણ અંગોનુ દાન કરનાર તૃપ્તીબેનના પતિ ભાવેશકુમારની બન્ને કિડની ખરાબ છે.
તૃપ્તીબેનની આમ પણ ઇચ્છા હતી કે તેમની એક કિડની પતિને આપે આ માટે તેઓ મેડિકલ ટેસ્ટ પણ કરાવવાના હતા પણ તે પહેલા તો અકસ્માતે તેના પ્રાણ લઇ લીધા એટલે તેમની ઇચ્છા મુજબ જ અમે અંગદાન કર્યુ પરંતુ કરૃણતા એ થઇ કે તૃપ્તીબેનના પતિ ભાવેશકુમારની તબિયત ખરાબ છે તેમના ફેંફસામાં પાણી ભરાયુ છે અને તૃપ્તીબેનની કિડની તેમને મેચ થતી નથી એટલે હવે જેમને મેચ થશે તેમને આપવામાં આવશે.
બીજી બાજુ કિડની હોસ્પિટલે અમે ભરોસો આપ્યો છે કે ભાવેશકુમારના નામ વેઇટિંગ લિસ્ટમાં પ્રાયોરિટીમાં મુકવામાં આવ્યુ છે અને હવે પછી તેમને મેચ થતી કિડની મળશે એટલે પ્રત્યારોપણ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion