શોધખોળ કરો
Advertisement
Vadodara: ભાજપના ધારાસભ્યની કેમેરા સામે પત્રકારને ખુલ્લી ધમકીઃ માણસોને કહીને તને ઠોકાવી દઈશ, કોણ છે આ ધારાસભ્ય ?
દીપક શ્રીવાસ્તવના ફોર્મની ચકાસણી માટે કલેક્ટર કચેરીએ આવેલા મધુ શ્રીવાસ્તવ પત્રકારના સવાલથી છંછેડાઈ ગયા હતા.
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેનો વિવાદ ચાલે છે ત્યાં મધુ શ્રીવાસ્તવે એક પત્રકારને કેમેરા સામે ઠોકાવી દેવાની ખુલ્લી ધમકી આપીને નવો વિવાદ પેદા કર્યો છે.
દીપક શ્રીવાસ્તવના ફોર્મની ચકાસણી માટે કલેક્ટર કચેરીએ આવેલા મધુ શ્રીવાસ્તવ પત્રકારના સવાલથી છંછેડાઈ ગયા હતા. તેમણે કેમેરા સામે જ પત્રકારને કહ્યું હતું કે, સીધેસીધા સવાલ પૂછ નહિંતર હું તને બતાવી દઈશ ને માણસોને કહીને તને ઠોકાવી દઈશ. મધુ શ્રીવાસ્તવે ભાજપના નેતાગીરીને ખુલ્લી ચેલેન્જ પણ આપી છે કે, મારો દીકરો અપક્ષ તરીકે લડશે તો હું તેનો પ્રચાર કરીશ જ. તેમણે ભાજપ નેતાગીરીને ધમકી પણ આપી છે કે, પોતાની દીકરી નિલમ શ્રીવાસ્તવને ભાજપ જિલ્લા પંચાયતમાં ટિકિટ નહીં આપે તો અપક્ષ કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement