કોંગ્રેસમાં વધુ એક કકળાટઃ શૈલેષ અમીને લખ્યું, 'ઠાકુરને ###કી ફોજ બનાઈ હૈ....', હવે વડોદરામાં વિવાદ
અમદાવાદ પછી હવે વડોદરા શહેર કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. શહેર કોંગ્રેસના પ્રવકતા, સંગઠન મંત્રી અને જિલ્લા પંચાયતના સભ્યએ ફેસબુક પર કોમેન્ટ કરી છે.
વડોદરાઃ અમદાવાદ પછી હવે વડોદરા શહેર કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. શહેર કોંગ્રેસના પ્રવકતા, સંગઠન મંત્રી અને જિલ્લા પંચાયતના સભ્યએ ફેસબુક પર કોમેન્ટ કરી છે. કોંગ્રેસ નેતા ભાવિક અમીનની ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. ભાવિક અમીને મૌલીન વૈષ્ણવ છે, ત્યાં સુધી ભાજપ રહેશે તેવી પોસ્ટ કરી હતી. જિલ્લા પંચાયત સભ્ય અર્જુન પઢિયારે મૌલીન વૈષ્ણવ વિરૂદ્ધ કોમેન્ટ કરી હતી.
અર્જુન પઢિયારે લખ્યું, એકદમ સાચી વાત, મૌલીન વૈષ્ણવ કોર્પોરેશનની ચૂંટણી લડી પહેલા જીતી બતાવે, ખાલી નેતાગીરી કરીને શહેરમાં કોંગ્રેસને ખતમ કરી નાખી. શહેર કોંગ્રેસ પ્રવકતા શૈલેષ અમીને વિવાદિત કમેન્ટ કરી. શૈલેષ અમીને લખ્યું, ઠાકુર ને ### કી ફોજ બનાઈ હૈ, કોઈ ઉખાડી લે તેવી તાકાત વાળું છે જ નહિ, હવે માત્ર સપ્લાયર જ રહ્યા છે. જે પણ સાચા કોંગ્રેસીઓ આ જડને મૂળમાંથી ઉખેડી નાખવા તૈયાર હોય તે સન્ની ચૌહાણનો સંપર્ક કરે, તેને નિકાલ કરવાની મુહિમ શરૂ કરી. શહેર કોંગ્રેસના મંત્રી સન્ની ચૌહાણે પણ કરી કમેન્ટ. એની સામે લડવાનો છું, તમે આવશો મારી જોડે - સન્ની ચૌહાણ.
અમદાવાદ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે તેમના જ પક્ષના ધારાસભ્ય અને સાથી કોર્પોરેટર વિરુદ્ધ કથિત રીતે તાંત્રીકને સોપારી આપી હોવાની વાત સામે આવી હતી. આ મામલો સામે આવતા જ વિવાદનો વંટોળ શરૂ થઈ ગયો હતો. જે મહિલા તાંત્રિકને સોપારી અપાઈ હતી તે મહિલા તાંત્રિક ધોરજીની હોવાનું સામે આવતા ધોરાજી શહેરમાં પણ આ મામલો ટોકઓફ ધ ટાઉન બન્યો હતો.
કોંગ્રેસમાં જૂથવાદ એ તે આમ તો સામન્ય વાત નથી. પરંતુ આ વખતે જૂથવાદમાં તાંત્રિકનો કથિત રોલ હોવાનું સામે આવતા કોંગ્રેસનો વિવાદ ચર્ચાના ચકડોળે ચડીયો છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા માટે દાણીલીમડાના જ મહિલા કોર્પોરેટર દ્વારા તાંત્રિક સાથે વાતચીત કરતી ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. વાઇરલ ઓડિયો ક્લિપમાં શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું હોવાનું કહે છે. મહિલા કોર્પોરેટર જમના વેગડા અને મહિલા તાંત્રિક વચ્ચેનો આ ઓડિયો ક્લિપ હોવાની ચર્ચા છે. ત્યારે આ કથિત મહિલાનું નામ હમીદા બા હોવાનું અને આ કથિત તાંત્રિક મહિલા ધોરાજીના રસુલ પુરાની હોવાનું સામે આવ્યું હતું.. જોકે ત્યારથી વિવાદ સામે આવ્યો ત્યારથી મહિલા ધોરાજી શહેર મૂકીને જતી રહી હોવાનું સામે આવ્યું હતું દિવસ દરમિયાન તેમના ઘરે તાળું લટકતું હતું આ મામલે તેમના પડોશીઓ પણ કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો..
હાલ એકવીસમી સદી ચાલી રહી છે વિજ્ઞાન દિવસેને દિવસે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે આવા સમયે પણ કાળા જાદુ ની વાત સામે આવતા લોકો પણ અચરજ પામ્યા હતા એ પણ કથિત રીતે રાજકીય લોકોમાં આમાં સંડોવાયેલા હોય તેવી વાત સામે આવતા ચર્ચા વધુ જોર પકડી હતી ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ પણ ધોરાજી ખાતે પહોંચી હતી શહેરના માંજલપુર વિસ્તારમાં હમીદાબેન ના ઘરે પહોંચી હતી પરંતુ ત્યાં લોક હતો.. ત્યારબાદ વિજ્ઞાન જાથાના આગેવાનોએ મહિલાના પરિવારને સમજાવીને તેમને હાજર થવા જણાવ્યું હતું દિવસ દરમિયાન જે મહિલાનો જવાબ ચાલતો હતો તે રાત્રિના સમયે ધોરાજી પોલીસ સ્ટેશનમાં હાજર થયા અને તેમણે એ વાત કબૂલી કે એ ઓડિયો તેમનો જ છે પરંતુ હવે હવે ક્યારે આવી ભૂલ નહીં કરે અને હવેથી કાળી વિદ્યા આ અંગે કંઈ નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી બીજી તરફ વિજ્ઞાન જાથાના પ્રમુખ એ કહ્યું હતું કે લોકોએ પણ આવી વાતમાં ફસાવું ન જોઈએ અને જે કોઈ પક્ષના કોર્પોરેટરોને આમાં સામેલ હોય તેમના પક્ષે તેમને આ સામે કાર્યવાહી પણ કાર્યવાહી કરવી જોઈએ.
સામાન્ય રીતે કોર્પોરેટરો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમાજના હિતની કામ કરતા હોય છે પરંતુ અમદાવાદમાં જે કિસ્સો પ્રકાશમાં આવ્યો તે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે સાથે જ અંધશ્રદ્ધાનો વ્યાપ અંધશ્રદ્ધા વિજ્ઞાન તરફ આગળ વધે તે પણ જરૂરી છે.