શોધખોળ કરો
Advertisement
વડોદરામાં ભાજપના કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? કઈ હોસ્પિટલમાં કરાયા દાખલ?
પતિ-પત્ની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. ડો. જીવરાજ ચૌહાણનો ખર્ચ કોર્પોરેશન ભોગવશે. કોર્પોરેશન નગરસેવકોને કોરોના સારવાર માટે 5 લાખ રૂપિયા આપે છે.
વડોદરાઃ દિવાળીના તહેવારો પછી ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. ગુજરાતાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ત્યારે વડોદરામાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાને કોરોનાનો ચેપ લાગ્યો વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ કોરોના સંક્રમિત છે. ડો. જીવરાજ ચૌહાણના પત્ની પણ કોરોના સંક્રમિત થયા છે.
પતિ-પત્ની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. ડો. જીવરાજ ચૌહાણનો ખર્ચ કોર્પોરેશન ભોગવશે. કોર્પોરેશન નગરસેવકોને કોરોના સારવાર માટે 5 લાખ રૂપિયા આપે છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, આજે મારું બોડી ટેમ્પરેચર બરોબર ન લાગતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો છેલ્લા બે દિવસમાં મારા સંપર્કમં આવેલા લોકો તકેદારી રાખે અને ટેસ્ટ કરાવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion