શોધખોળ કરો
Vadodara: યુવકે હોસ્પિટલના બેડ પર યુવતી સાથે માણ્યું શરીર સુખ, બીજે ક્યાં ક્યાં લઈ જઈને બાંધ્યા શારીરિક સંબંધ ?
જૂના પાદરા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવક સાથે યુવતીને પરિચય થયો હતો. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.

પ્રતિકાત્મક તસવીર.
વડોદરાઃ શહેરના માંજલપુરની યુવતીને ખાનગી હોસ્પિટલના કર્મચારીએ લગ્નની લાલચ આપી હોસ્પિટલમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતી વારંવાર શરીર સુખ માણ્યા પછી લગ્નનો ઇનકાર કરી દેતાં યુવતીએ યુવક સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, જૂના પાદરા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવક સાથે યુવતીને પરિચય થયો હતો. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતી જાળમાં ફસાતા યુવકે પોતાની ઘર પાસે આવેલા એકાંતવાળા વિસ્તારમાં લઈ જઈ પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.
આ પછી ગત 18મી જાન્યુઆરીએ યુવકે યુવતીને બપોરના સમયે હોસ્પિટલે બોલાવી હતી અને અહીં પણ હોસ્પિટલના બેડ પર પરાણે શરીરસુખ માણ્યું હતું. બીજી તરફ યુવક લગ્ન કરવાની યુવતીની વાત વારંવાર ટાળી દેતો હતો. છેલ્લે યુવકે સામાજિક કારણ આગળ ધરી લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા યુવતી ભાંગી પડી હતી અને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા પ્રેમી સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને વિશ્વાઘાતની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે.
વધુ વાંચો
Advertisement





















