Vadodara : યુવક સાથે ફરવા ગયેલી સગીરા પર પોલીસે પરાણે માણ્યું શરીરસુખ ને પછી...
આરોપીઓના બીજા બે મિત્ર જ્યેન્દ્ર ગોહિલ અને મહેશ વસાવા પણ આવી પહોંચ્યા હતા. આ પછી તો ચારેયે તેમને ધમકાવ્યા હતા અને યુવકને માર માર્યો હતો. તેમજ ધમકાવીને 8 હજાર રૂપિયા પડાવી લીધા હતા.
વડોદરાઃ વાઘોડિયાના યુવક સાથે કેનાલ પર ફરવા ગયેલી સગીરાને બ્લેકમેલ કરીને પોલીસ જવાને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાવલી પોલીસ સ્ટેશનના GRD જવાને બ્લેકમેઇલ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. 3 જીઆરડી જવાન સહિત 4 મિત્રોએ યુવક અને સગારી પાસેથી 8 હજાર રૂપિયા પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે સગીરા પર બળાત્કાર ગુજારનાર પોલીસ જવાન હજુ ફરાર છે.
આ અંગેની વિગતો એવી છે કે, વાઘોડિયા તાલુકાના યુવક સાથે 16 વર્ષીય સગીરા ખાખરીયા કેનાલ પર ફરવા આવી હતી. બંને કેનાલ પાસે બાઇખ પર બેઠા હતા. આ જ સમયે સાવલી પોલીસની ચેક પોસ્ટ પર ફરજ બજાવતો જીઆરડી અનિલ ગોહિલ અને તેના મિત્ર ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવક અને સગીરાને ધમકાવવાનું શરૂ કર્યું હતું. બંનેના માતા-પિતાને બોલાવવા પડશે, તેમ કહી બ્લેકમેલ કર્યા હતા. તેમજ પતાવટ માટે રૂપિયા આપવા પડશે, તેમ કહી પોલીસ હોવાનો રોફ જમાવ્યો હતો.
દરમિયાન આરોપીઓના બીજા બે મિત્ર જ્યેન્દ્ર ગોહિલ અને મહેશ વસાવા પણ આવી પહોંચ્યા હતા. આ પછી તો ચારેયે તેમને ધમકાવ્યા હતા અને યુવકને માર માર્યો હતો. તેમજ ધમકાવીને 8 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ પછી જીઆરડી અનિલ સગીરાને ગાડીમાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને અહીં તેની મરજી વિરુદ્ધ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
બળાત્કાર પછી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સગીરાએ યુવકને પોતાની સાથે બળાત્કાર થયો હોવાનું જણાવતા યુવકે વાઘોડિયા જઈને પોતાના મિત્રોને આ અંગે વાત કરી હતી. આ પછી સગીરા અને યુવક સાથે મોટી સંખઅયામાં લોકો સાવલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચારેય સામે ફરિયાદ કરતાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, મુખ્યમંત્રી આરોપી હજુ ફરાર છે. પોલીસે જીઆરડી જવાનની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ઘઈ છે.