વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસઃ FSLનો રિપોર્ટ થયો ફરતો, રિપોર્ટમાં શું થયો મોટો ઘટસ્ફોટ?
ગોત્રી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં એફ.એસ.એલ.નો રિપોર્ટ ફરતો થયો છે. આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનના સીમેન ટેમ્પલ મેચ ન થતા હોવાનો એફ.એસ.એલ.માં ઘટસ્ફોટ થયો છે.
વડોદરાઃ ગોત્રી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં એફ.એસ.એલ.નો રિપોર્ટ ફરતો થયો છે. આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનના સીમેન ટેમ્પલ મેચ ન થતા હોવાનો એફ.એસ.એલ.માં ઘટસ્ફોટ થયો છે. જાહેર થયેલી તસવીરો પણ ફરિયાદ બાદ 20 સપ્ટેમ્બરે કોપી કરાઇ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. સુરત એફ.એસ.એલ.માં મોકલાયેલા રિપોર્ટમાં બન્ને આરોપીઓના સીમેન સેમ્પલ અને યુવતી તેમજ ચાદર ટુવાલના નમુના મેચ થતા નથી.
રૂમમાંથી મળેલા સ્પાઈ કેમેરા નું મેમરી કાર્ડ પણ મળ્યું નથી. હાઈપ્રોફાઈલ કેસ નો કાનૂની જંગ વધુ ઉગ્ર બનવાના એંધાણ.
UP Crime News: ઉત્તરપ્રદેશની મિર્ઝાપુર પોલીસ એન્જિનિયર હત્યાકાંડનો ખુલાસો કર્યો છે. પત્નીએ જ પ્રેમી સાથે મળીને એન્જિનિયર પતિની ગોળી મારી હત્યા કરાવી હતી. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્ટલ સહિત પ્રેમી અને તેના સાથીની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે.
શું છે મામલો
સુલતાનપુરના જનપદ બલિયાનો રહેવાસી શનિલેશ સિંહ વારાણસીમાં જીએનડી કંપનીમાં મેંટેનેંસ એન્જિનિયર હતો. તે સેન્ટ્રલ બેંક અંતર્ગત આવતાં રૂપિયા ગણવાના મશીનને રિપેર કરવાનું કામ કરતો હતો. 25 માર્ચે તે મહિહાન વિસ્તારમાં બેંકથી મેંટેંનેસના કામ માટે બીજી બેંકમાં સ્કૂટી પર જતો હતો ત્યારે રસ્તામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસે તપાસ દરમિયાન મોટર સાયકલ સવાર બે વ્યક્તિની અટકાયત કરી હતી. વિશાલ રાય અને લવકુશ વર્મા નામના વ્યક્તિએ હત્યામાં સામેલ હોવાની વાત સ્વીકારી હતી. આરોપી વિશાલ રાયે જણાવ્યું કે, તેને એન્જિનિયર શનિલેશ સિંહની પત્ની સાથે છેલ્લા આઠ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને તેમના ઘરમાં શરીર સુખ માણતા હતા ત્યારે શનિલેષ આવી ગયો હતો. જેને લઈ તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને વિશાલે મિત્ર લવકુશ સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો.