Vadodara lake boat capsizes: ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકોનો દાવો- શિક્ષકોનો ઇનકાર છતાં બોટમાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા
Vadodara lake boat capsizes: વડોદરા બોટ દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો થયો હતો. તળાવ ડેવલપનો કોન્ટ્રાક્ટ સમયે કોટિયા પ્રોજેક્ટમાં છ પાર્ટનર હતા
Vadodara lake boat capsizes: વડોદરા બોટ દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો થયો હતો. તળાવ ડેવલપનો કોન્ટ્રાક્ટ સમયે કોટિયા પ્રોજેક્ટમાં છ પાર્ટનર હતા. પરંતુ હાલમાં કોટિયા પ્રોજેક્ટમાં 16 પાર્ટનર છે. જેમ જેમ એક્ટિવિટી વધી, તેમ તેમ પાર્ટનરો પણ વધતા ગયા હતા. કયા પાર્ટનરને કઈ જવાબદારી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સ્કૂલ સંચાલકોએ શું દાવો કર્યો
ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકો મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ દાવો કર્યો હતો કે બોટમાં વધુ સંખ્યા બેસાડવાનો શિક્ષકોએ ઇનકાર કર્યો હતો પરંતુ બોટ સંચાલકની મનમાનીએ શિક્ષકો અને બાળકોનો ભોગ લીધો હતો. સ્કૂલના ટીચરોએ બોટમાં વધારે બાળકો બેસાડવાની ના પાડી હતી છતાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલ સંચાલકો પણ અલગથી કાર્યવાહી કરશે.પ્રવાસ પહેલા શાળા સંચાલકોએ પ્રોજેક્ટ મેનેજર સાથે બેઠક કરી હતી. ફન ટાઇમ એરેના પ્રોજેક્ટ મેનેજર સાથે બેઠક કરી હતી.
12 બાળકો અને બે શિક્ષકોના થયા મોત
નોંધનીય છે કે વડોદરાના હરણી તળાવમાં પિકનીક માટે આવેલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોની બોટ પલટી જતા 12 બાળકો, એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઈઝર મળી કુલ 14 લોકોના મૃત્યુ થયા હતા. વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના પ્રાથમિક વિભાગના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના બાળકો માટે હરણી તળાવ લેક ઝોન ખાતે પિકનિકનું આયોજન કરાયુ હતું. બાળકોએ આખો દિવસ આ લેક ઝોનમાં ધિંગા મસ્તી કરી અને નમતી બપોરે બોટિંગ માટે લઈ જવાયા હતા. માહિતી પ્રમાણે બે બોટ પૈકી અંગ્રેજી માધ્યમના બાળકોની બોટ પરત ફરી હતી પરંતુ ગુજરાતી માધ્યમના બાળકોની બોટ પાણીમાં પલટી ગઇ હતી. બોટના ચાલક અને શિક્ષિકો કઈ સમજે એ પહેલા તો આખી બોટ પલટી ગઇ હતી. ઘટનાની જાણ થતા આસપાસના ટ્રક ડ્રાઈવરો અને અન્ય લોકો પોતાના જીવની ચિંતા કર્યા વગર પાણીમાં કૂદી પડ્યા અને કેટલાક બાળકોને બહાર કાઢ્યા હતા.
ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા અને સ્થળ પર પહોંચી ઘટનાની જાણકારી મેળવી જરૂરી આદેશ આપ્યા હતા. બાદમાં હોસ્પિટલમાં સારવાર લેતા બાળકોના ખબર અંતર પૂછી જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપી 10 દિવસમાં રિપોર્ટ સુપ્રત કરવા આદેશ કર્યો હતો. તો આ કેસમાં અત્યાર સુધીમાં 18 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે.