Vadodara News: વડોદરામાં ગાર્ડનમાં જવા માટે કરવું પડશે આ કામ, મનપાનો નિર્ણય
Vadodara News:વડોદરામાં જો હવે આપ બગીચામાં ટહેલવા માટે જવાનું વિચારો છો તો તમારે એન્ટ્રી માટે આ કામ કરવું પડશે, મહાનગરપાલિકએ એન્ટ્રીને લઇને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જાણીએ શું છે આ નિર્ણય

Vadodara News: શહેરમાં અસામાજિક પ્રવૃતિને ડામવા માટે વડોદરા મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. હવે જો આપ વડોદરાના કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ કરવા ઇચ્છો છો તો તમારે એન્ટ્રી પહેલા અહી એન્ટ્રી ગેટ પર રહેલા રજિસ્ટ્રરમાં તમારી નામ અને સરનામું ફોનનંબર વગેરે વિગત નોંધવી પડશે, રજિસ્ટ્રેશન બાદ આપને બંને ગાર્ડનમાં પ્રવેશ મળશે. ગાર્ડનમાં અસામાજિક પ્રવૃત્તિઓએ અટકાવવા વડોદરા મહાનગર પાલિકાએ આ નિર્ણય કર્યો છે. કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશવા રજિસ્ટરમાં એંટ્રીને ફરજિયાત બનાવી છે. ઉલ્લેખનિય છે કે, ગાર્ડનમાં અસામાજિક તત્વો હેરાન કરતા હોવાની અનેકવાર વડોદરા પોલીસને ફરિયાદ મળી ચૂકી છે. આ સમસ્યાને ધ્યાનમાં લઇને મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. જેથી અસામાજિક અને લુખ્ખા તત્વોની એ્ન્ટ્રીને રોકી શકાય. જો કે મોર્નિંગ વોક માટે રોજ આતા લોકોએ આ માટે પાસ અથવા બાયોમેટ્રિની વ્યવસ્થા કરવા માગ કરી છે. તો બીજીતરફ કોંગ્રેસ નેતા અમી રાવતે મનપાના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેઓએ જણાવ્યું કે, મ્યુનિ.કમિશ્નરને આવેદનપત્ર આપી નિર્ણય રદ કરવા માંગણી કરશે.





















