(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: નવરાત્રિમાં હાર્ટ એટેકને લઇને શું ઉભી કરાઇ ખાસ વ્યવસ્થા ? MLA યોગેશ પટેલએ કર્યો ખુલાસો
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે ગરબા આયોજકો દ્વારા કરવામાં આવેલી ડૉક્ટરી વ્યવસ્થાને લઇને ખુલાસો કર્યો છે
Vadodara Navratri 2023: ગુજરાતમાં આ વખતે મહાપર્વ નવરાત્રિ મહોત્સવને લઇને અત્યારથી ખાસ વ્યવસ્થાને લગતા સમાચારો સામે આવી રહ્યાં છે. આ વખતે ગુજરાતભરમાં આગામી 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવ 2023 યોજાશે, આ દરમિયાન સ્વાસ્થ્યને લગતી ખાસ વ્યવસ્થા વડોદરામાં ઉભી કરાઇ છે. મળતી માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા ખુબ જ વધી ગઇ છે, અને આ કારણે અનેકે જીવ પણ ગુમાવ્યા છે. જેથી આ વખતે નવરાત્રિમાં ખાસ ડૉક્ટરી વ્યવસ્થા રાખવામાં આવશે.
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે ગરબા આયોજકો દ્વારા કરવામાં આવેલી ડૉક્ટરી વ્યવસ્થાને લઇને ખુલાસો કર્યો છે, તેમને કહ્યું કે, આ વખતે વડોદરામાં ગરાબ આયોજકો દ્વારા એમ્બ્યૂલન્સ અને ડૉક્ટર-નર્સના સ્ટાફને ગ્રાઉન્ડમાં જ ખડે પગે રાખાશે. ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે, નવરાત્રિમાં યુવાનોએ ગરબાની રમઝટની સાથે સાથે સ્વાસ્થનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. યોગેશ પટેલે કહ્યું કે, વડોદરાના તમામ મોટા ગરબા આયોજકોએ ગ્રાઉન્ડ ખાતે જ ડૉક્ટર સાથેની ટીમોની વ્યવસ્થા ઉભી કરી છે. ગરબા ગ્રાઉન્ડ બહાર એમ્બ્યૂલન્સની પણ વ્યવસ્થા કરાઈ છે. માં જગદંબાના આશિર્વાદથી કોઈપણ સમસ્યા ઊભી ના થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.
આ ઉપરાંત વડોદરાના વી.એન.એફ ગરબાના આયોજક મયંક પટેલે પણ આ ખાસ વ્યવસ્થા અંગે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં એકસાથે 45000 ખેલૈયાઓ ગરબા રમશે, નવલખી મેદાન ખાતેના વી.એન.એફ ગરબા આયોજકો દ્વારા ખાનગી હૉસ્પિટલ સાથે મળી મેદાન ખાતે જ બે ડૉક્ટરો અને પાંચ નર્સ સાથેનું ક્લિનિક ઉભું કરવાનું આયોજન છે. બે એમ્બ્યૂલન્સ પણ ગરબાની શરૂઆતથી ગરબા પૂર્ણ થવા સુધી હાજર રહેશે.
નવરાત્રિમાં શું કરવું અને શું ના કરવું જોઇએ.....
- નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ નખ કાપવા કે વાળ કપાવવા નહીં. વાળ અને નખ કાપવા જેવા કામ નવરાત્રિ શરૂ થતા પહેલા કરી લેવા જોઈએ, નહીં તો જીવન પર તેની અશુભ અસર પડે છે.
- નવરાત્રિના નવ દિવસ દરમિયાન પવિત્રતા, શુદ્ધતા અને સાત્વિકતાનું ખુબ જ મહત્વ છે. તેથી આ 9 દિવસ દરમિયાન માંસાહારીનું સેવન ના કરો અને તેને ઘરે ના લાવો. નવરાત્રિ દરમિયાન લસણ અને ડુંગળી ખાવાની પણ મનાઈ છે.
- નવરાત્રિ દરમિયાન લીંબુનો ઉપયોગ ના કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન લીંબુ કાપવું એ યજ્ઞ સમાન માનવામાં આવે છે. તેથી ના તો લીંબુ ખાઓ અને ના તો તેને બનાવો. આ 9 દિવસ દરમિયાન લીંબુનું અથાણું ખાવાનું ટાળો.