શોધખોળ કરો

Vadodra: વડોદરાના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ CM ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે

વડોદરા શહેરને  નવી સરકાર તરફથી મોટી ભેટ મળશે. આ ભેટ એટલે મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધીના સાડા ત્રણ કિલોમીટર લાંબા બ્રીજનું લોકાર્પણ થશે.

વડોદરા:  વડોદરા શહેરને  નવી સરકાર તરફથી મોટી ભેટ મળશે. આ ભેટ એટલે મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધીના સાડા ત્રણ કિલોમીટર લાંબા બ્રીજનું લોકાર્પણ થશે. 20 ડિસેમ્બરે અથવા તો આ મહિનાના અંત સુધીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે બ્રિજનું લોકાર્પણ થશે. 228 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.  2017ની વિધાનસભાની ચૂંટણી વખતે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરાના સૌથી લાંબા બ્રિજની જાહેરાત કરી હતી. 

જો કે, બાદમાં ફંડ અને અન્ય પરિબળોને કારણે બ્રિજની કામગીરી મંદ ગતિએ ચાલતી હતી. પરંતુ બાદમાં વધુ ફંડ ફાળવાતા બ્રિજની કામગીરી ફરી પૂરજોશમાં ચાલું થઈ હતી. આ બ્રિજ બનતા જ વડોદરાવાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. 

Gujarat Government Formation: ભૂપેન્દ્ર પટેલે બીજી વખત લીધા CM પદના શપથ, જાણો કયા પડકારોનો કરવો પડશે સામનો ?

Bhupendra Patel Oath Taking: ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા. આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકાર માટે સૌથી મોટો પડકાર પાયાના સ્તરે કામ કરવાનો અને સંકલ્પ પત્રની જાહેરાતોને પૂર્ણ કરવાનો રહેશે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી વચનો પૂરા કરવા માટે ભંડોળ એકત્ર કરવું પડશે. ભાજપે પોતાના ચૂંટણી વચનો પૂરા કરવા માટે વાર્ષિક કેટલાય હજાર કરોડ ખર્ચવા પડશે. ગુજરાત પહેલાથી જ દેવાના બોજાથી દબાયેલું છે. ભાજપ દ્વારા ચૂંટણી વચનો સમયસર પૂરા કરવા એ મોટો પડકાર છે. આવો અમે તમને ભાજપ દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા કેટલાક ચૂંટણી વચનો વિશે જણાવીએ.

  • એન્ટી રેડિક્લાઈઝેશન સેલ
  • ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો અમલ
  • ગુજરાતને $1 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવું
  • પશ્ચિમ ભારતના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે દેવભૂમિ દ્વારકા કોરિડોરનું નિર્માણ
  • એગ્રી-માર્કેટિંગ ઇન્ફ્રા માટે 10,000 કરોડ
  • 'ગુજરાત ઓલિમ્પિક મિશન'ના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાની રમતગમતની માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવું અને ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવું.
  • રાજ્યની તમામ છોકરીઓ માટે કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત છે
  • રાજ્યમાં 20 લાખ નવી રોજગારી સર્જન
  • મહિલાઓ માટે એક લાખ સરકારી નોકરીઓ

ગુજરાતના દેવામાં થયો વધારો

આ તમામ ચૂંટણી વચનો પૂરા કરવા માટે ભાજપે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવા પડશે, પરંતુ કોમ્પ્ટ્રોલર ઑફ ઑડિટર જનરલ (CAG)ના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2016-17માં ગુજરાત સરકાર પર લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. 2022માં તે વધીને સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં સરકાર સમક્ષ પ્રથમ પ્રાથમિકતા રાજ્યનું વધતું દેવું ઘટાડીને તેના ચૂંટણી વચનો પૂરા કરવાની રહેશે.

ભાજપે ગુજરાતમાં 20 લાખ નવી નોકરીઓ ઉભી કરવાની વાત કરી છે. ગુજરાત સરકારના આર્થિક સર્વે મુજબ ઓક્ટોબર 2021 સુધીમાં રોજગાર કચેરીમાં 3.72 લાખ લોકોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 3.53 લાખ લોકો સ્નાતક હતા. ગયા વર્ષે ઓક્ટોબર સુધીમાં 2.60 લોકોએ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ નોંધાવ્યા હતા, જેમાંથી 83 ટકા એટલે કે 2.17 લાખ લોકોને રોજગાર મળ્યો હતો.

આ વખતે ભાજપે એક લાખ મહિલાઓને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આટલી મોટી સંખ્યામાં મહિલાઓ માટે સરકારી નોકરીની વ્યવસ્થા કરવી અને તેના માટે ભંડોળની વ્યવસ્થા કરવી એ ભાજપ સરકાર સમક્ષ મોટો પડકાર હશે. એટલે કે ભાજપ સરકારે આગામી પાંચ વર્ષમાં મહિલાઓ માટે દર વર્ષે 20,000 નોકરીઓ ઉભી કરવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget