શોધખોળ કરો

વડોદરા સ્વીટી પટેલ મીસિંગ કેસઃ પીઆઈ દેસાઇનો કરાયો નાર્કો ટેસ્ટ, રિપોર્ટ પર સૌની નજર

ગઈ કાલે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરાયો હતો. ટેસ્ટ દરમ્યાન 50 પ્રશ્નો પુછાયા હતા. વૈજ્ઞાનિક ઢબે સમગ્ર કેસની તપાસ થઈ રહી છે. નાર્કો ટેસ્ટના રીપોર્ટ પર સહુની નજર છે. 

વડોદરાઃ પી.આઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચર્ચાસ્પદ કેસમાં  44માં દિવસે પણ સ્વીટી પટેલના કોઈ જ સગડ મળ્યા નથી. જિલ્લા પોલીસ તપાસમાં કંઈ નહીં મળતા ગૃહ મંત્રીએ તપાસ આંચકી લીધી છે તેમજ  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એ.ટી.એસ.ને તપાસ સોંપાઈ છે. 

બીજી તરફ ગઈ કાલે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ દરમ્યાન 50 પ્રશ્નો પુછવામા આવ્યા હતા. તબીબોની પેનલ દ્વારા નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.  વૈજ્ઞાનિક ઢબે સમગ્ર કેસની તપાસ થઈ રહી છે. નાર્કો ટેસ્ટના રીપોર્ટ પર સહુની નજર છે. 

નોંધનીય છે કે, કરજણ પોલીસની તપાસ બાદ ડી.વાય.એસ.પી ને તપાસ સોંપાઈ હતી. અત્યાર સુધી અનેક શંકાસ્પદ ની પૂછપરછ કરાઈ છે. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ થઈ રહી છે. માનવ હાડકા મળ્યાં તે સ્થળે ફોરેન્સિક નિષ્ણાંતની ટીમે તપાસ કરી હતી. હજુ સુધી એફ.એસ.એલ એ એસ.ડી.એસ, પોલિગ્રાફ અને ડી.એન.એ ટેસ્ટ નો રિપોર્ટ આપ્યો નથી. સમગ્ર કિસ્સા મામલે પી.આઈ અજય દેસાઈ શંકા ના ઘેરામાં છે.

કરજણથી પી.આઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દહેજના અટાલી ગામથી મળેલા અસ્થિ યુવાન વયના માનવ શરીરના હોવાનો ઘટસ્ફોટ થયો છે. એફએસએલ રિપોર્ટમાં અસ્થિ માનવ શરીરના હોવાનુ ખુલ્યું છે. દહેજના અટાલી ગામેથી મળેલા હાડકાં 35 થી 40 વર્ષની વ્યક્તિના હોવાનું પણ સપાટી પર આવ્યું છે. સ્વીટી પટેલની હત્યા થઈ હોવાની આશંકા છે. ડીએનએ ટેસ્ટ માટે સ્વીટી પટેલના ભાઈ અને પુત્ર લાડના સેમ્પલ લેવામા આવ્યા છે. 

બીજી તરફ જિલ્લાના પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાનો મામલે પોલીસે પીઆઈના મિત્ર કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાની પૂછપરછ શરૂ કરી હતી. કિરીટસિંહ જાડેજા કરજણ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. પીઆઈના ગાઢ સંપર્કમાં રહેલા મિત્ર વર્તુળ અને સંબંધીઓની પૂછપરછનો દોર પોલીસે શરૂ કર્યો હતો. 

અગાઉ તપાસ અધિકારીએ પી.આઈ દેસાઈને કરજણ કોર્ટમાં હાજર કર્યા હતા. પી.આઈ અજય દેસાઈના પોલિગ્રાફ - નાર્કો ટેસ્ટ માટે પોલીસને કોર્ટે મંજૂરી આપી હતી. પી.આઈ દેસાઈનો 4 વાર સસ્પેક્ટ ડિટેક્સન સિસ્ટમ ટેસ્ટ કરાયો હતો. દહેજથી 12 કિલોમીટર દૂર અટાલી ગામની સીમમાંથી બળેલા અસ્થિ મળ્યા હતા. અસ્થિનું સુરત સિવિલ હોસ્પિટલમાં એફ.એસ.એલ દ્વારા પી.એમ થશે. એફ.એસ.એલ.ના અહેવાલ બાદ પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે. 45 દિવસથી ગુમ સ્વીટી પટેલ ન મળતા પી.આઈ શંકાના ઘેરામાં છે. કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Embed widget