શોધખોળ કરો

વડોદરા સ્વીટી પટેલ મીસિંગ કેસઃ ગમે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી શકે છે મોટો ધડાકો, શું હાથ લાગ્યા મોટા પુરાવા?

સ્વીટી પટેલ અને અજય દેસાઈ કરજણના જે ઘરમાં રહેતા હતા તેના બાથરૂમમાંથી લોહીનાં ડાઘા મળ્યા છે. લોહીનાં નમૂના ગાંધીનગર fsl ખાતે મોકલ્યા છે. એક સપ્તાહમાં સ્વીટી પટેલ કેસમાં મોટો ધડાકો થવાની શક્યતા છે.

વડોદરાઃ સ્વીટી પટેલ મીસિંગ કેસમાં એક જ અઠવાડિયામાં મોટો ધડાકો થાય તેવી શક્યતા છે. વડોદરા જિલ્લાના પીઆઈ અજય દેસાઈની પત્ની ગુમ સ્વીટી પટેલ છેલ્લા દોઢ માસથી ગુમ છે. ગૃહ વિભાગ દ્વારા તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATSને આપ્યા પછી આ કેસમાં પહેલી સફળતા હાથ લાગી છે. પીઆઈ અજય દેસાઈના બાથરૂમમાંથી લોહીનાં ડાઘા મળ્યા છે.  

સ્વીટી પટેલ અને અજય દેસાઈ કરજણના જે ઘરમાં રહેતા હતા તેના બાથરૂમમાંથી લોહીનાં ડાઘા મળ્યા છે. તપાસ ટીમે લોહીનાં નમૂના ગાંધીનગર fsl ખાતે મોકલ્યા છે. એક સપ્તાહમાં સ્વીટી પટેલ કેસમાં મોટો ધડાકો થવાની શક્યતા છે. સેમ્પલને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. એફએસએલના રિપોર્ટ બાદ ખુલાસો થશે. પીઆઇ અજય દેસાઈ પર પ્રબળ શંકા છે. 

પી.આઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચર્ચાસ્પદ કેસમાં હજુ પણ કોઈ જ સગડ મળ્યા નથી. જિલ્લા પોલીસ તપાસમાં કંઈ નહીં મળતા ગૃહ મંત્રીએ તપાસ આંચકી લીધી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એ.ટી.એસ.ને તપાસ સોંપી હતી. 

બીજી તરફ અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવાનો હતો. જોકે, અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ માટે ઇનકાર કરી દીધો હતો. તમામ તૈયારી બાદ અજય દેસાઇનો નાર્કો ટેસ્ટ કરાવા ઇન્કાર કરી દીધો હતો. ગઈ કાલે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અજય દેસાઇને લઇ ગાંધીનગર એફએસએલ પહોંચી હતી. અગાઉ અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શહેર ન છોડવા આદેશ કર્યો હતો. નાર્કો ટેસ્ટ ન કરાવવાનું કારણ અજય દેસાઇ દ્વારા જણાવાયું હતું. 

નોંધનીય છે કે, કરજણ પોલીસની તપાસ બાદ ડી.વાય.એસ.પી ને તપાસ સોંપાઈ હતી. અત્યાર સુધી અનેક શંકાસ્પદ ની પૂછપરછ કરાઈ છે. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ થઈ રહી છે. માનવ હાડકા મળ્યાં તે સ્થળે ફોરેન્સિક નિષ્ણાંતની ટીમે તપાસ કરી હતી. હજુ સુધી એફ.એસ.એલ એ એસ.ડી.એસ, પોલિગ્રાફ અને ડી.એન.એ ટેસ્ટ નો રિપોર્ટ આપ્યો નથી. સમગ્ર કિસ્સા મામલે પી.આઈ અજય દેસાઈ શંકા ના ઘેરામાં છે.

અગાઉ દહેજના અટાલી ગામથી મળેલા અસ્થિ યુવાન વયના માનવ શરીરના હોવાનો ઘટસ્ફોટ થયો છે. એફએસએલ રિપોર્ટમાં અસ્થિ માનવ શરીરના હોવાનુ ખુલ્યું હતું. દહેજના અટાલી ગામેથી મળેલા હાડકાં 35 થી 40 વર્ષની વ્યક્તિના હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. સ્વીટી પટેલની હત્યા થઈ હોવાની આશંકા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget