Viral Video: સાચો પ્રેમ, પોતાના જીવનસાથીના મોતનો લાગ્યો આઘાત, પક્ષીએ તોડ્યો દમ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પક્ષી તેના મિત્રના મોત પર રડતો જોવા મળી રહ્યો છે.

Viral Video: તમારા પ્રિય વ્યક્તિને ગુમાવવો એ દુનિયાનું સૌથી મોટું દુ:ખ છે. આપણે બધા કોઈ ને કોઈ વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોઈએ છીએ. તેને ખૂબ પ્રેમ કરીએ છીએ. પરંતુ જ્યારે જીવન એ ખાસ વ્યક્તિને આપણી પાસેથી છીનવી લે છે. ત્યારે આપણે આપણી જાતને દુનિયામાં ખૂબ જ એકલા અનુભવીએ છીએ. આવું માત્ર માણસો સાથે જ થતું નથી, પરંતુ પક્ષીઓ પણ ઘણી વખત આવી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં પશુ-પક્ષીઓ તેમના પ્રિય મિત્ર અથવા અન્ય કોઈના મૃત્યુ પર રડતા હોય અથવા ઉદાસ હોય. તેઓને માણસો જેવી જ લાગણીઓ થતી હોય છે. આ જ કારણ છે કે તેમના પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ તેમને ઘણું સતાવે છે.
Love & Loyality 💕💕
If you have a heart, it will surely bleed at the end 😔😔 pic.twitter.com/FqnwThjOpi— Susanta Nanda (@susantananda3) June 21, 2023
પોતાના જીવનસાથીના મોતનો લાગ્યો આઘાત
આ દિવસોમાં ફરી એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પક્ષી તેના સાથીના મોત પર રડતું જોવા મળી રહ્યું છે. તેનો સાથી મોતને ભેટ્યો છે. તેમ છતાં તે તેના સાથીને છોડવા તૈયાર નથી. તેને આશા છે કે કોઈ ચમત્કાર થશે અને તેનો પાર્ટનર ફરીથી જીવિત થશે. તે વારંવાર તેના મૃત મિત્ર તરફ નજર કરે છે, પરંતુ તેમ છતાં તેનો સાથી ઊઠતો નથી. વીડિયોમાં જ્યારે એક વ્યક્તિ મૃત પક્ષીને ખેંચે છે ત્યારે તેનો સાથી પણ તેની તરફ આવવા લાગે છે.
પક્ષી તેના સાથીનું મૃત્યુ સહન કરી શક્યું નહીં
આ વીડિયોને અંત સુધી જોશો તો તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. પક્ષી તેના સાથીનું મૃત્યુ સહન ન કરી શક્યું. જેના કારણે તેનું પણ મૃત્યુ થયું હતું. પછી તેમની નજીકની વ્યક્તિએ બંને પક્ષીઓને એકસાથે દાટી દીધા. આ વીડિયો જોયા બાદ યુઝર્સ પણ દુઃખી થઈ ગયા. એક યુઝરે કહ્યું, 'તમારા પ્રેમને છોડવો ખૂબ મુશ્કેલ છે.' જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, 'આજકાલ આવો પ્રેમ જોવા નથી મળતો.' ઘણા યુઝર્સે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે આ વીડિયો બનાવવા માટે વ્યક્તિએ પોતે જ બંને પક્ષીઓને માર્યા હશે.

