પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
Lok Sabha Election: મમતા બેનર્જી લોકસભા ચૂંટણીની શરૂઆતમાં જ ઇજાગ્રસ્ત થયા હતા. તે સમયે તેના માથામાં ઈજા થઈ હતી.
Mamata Banerjee Injured: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે (27 એપ્રિલ) ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે દુર્ગાપુર પહોંચ્યાં હતાં, અહીં તેઓ જ્યારે હેલિકોપ્ટરમાં સવાર થઈને જતાં હતા ત્યારે પગ સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાયો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા સ્લીપ થતાં હેલિકોપ્ટરની અંદર પડી ગયા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે.
VIDEO | West Bengal CM Mamata Banerjee got injured as she lost her balance while boarding a helicopter in Durgapur.
— Press Trust of India (@PTI_News) April 27, 2024
(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/PNhqeSkgqE
-દુર્ગાપુરથી આસનસોલ જવા માટે હેલિકોપ્ટર મમતાની રાહ જોઈ રહ્યું હતું. ઉપર ચઢવા માટે તેની બહાર સીડીઓ લગાવવામાં આવી હતી, અને હેલિકોપ્ટરની અંદર બેસવા માટે તેને ચડવું પડતું હતું. મમતા આ સીડી પર ચડીને હેલિકોપ્ટરમાં ચઢવા જઈ રહી હતી, પરંતુ તે સમયે તેનો પગ હેલિકોપ્ટરના ગેટ પર લપસી ગયો અને તે તેની અંદર પડી ગઈ. સીએમના સુરક્ષાકર્મીઓએ તેમને તરત જ ઉપાડી લીધા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે. આ જ કારણ હતું કે તેણે આસનસોલ સુધીનો પ્રવાસ પૂરો કર્યો.
#WATCH | West Bengal CM Mamata Banerjee slipped and fell while taking a seat after boarding her helicopter in Durgapur, Paschim Bardhaman today. She reportedly suffered a minor injury and was helped by her security personnel. She continued with her onward travel to Asansol. pic.twitter.com/UCt3dBmpTQ
— ANI (@ANI) April 27, 2024
આ પહેલીવાર નથી જ્યારે મમતા બેનર્જી ઇજાગ્રસ્ત થયા હોય. આ પહેલા પણ ઘણી વખત ઘાયલ થઈ ચુકાયાં છે. તાજેતરમાં જ મમતાને તેના ઘરે ઈજા થઈ હતી. કેમ્પસમાં ચાલતી વખતે તે પડી ગઈ હતી, જેના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યૃૃા, જ્યાં તેને ટાંકા પણ આપવામાં આવ્યા
-આ પહેલા 2021માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને નંદીગ્રામમાં કેટલાક લોકોએ ધક્કો માર્યો હતો, જેના કારણે તેમને પગમાં ઈજા થઈ હતી. તેણે રેયાપરામાં મંદિરની બહાર બનેલી આ ઘટનાને કાવતરાના ભાગરૂપે ગણાવી હતી.